Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ:અંબાજી મંદિર પાસે ઐતિહાસિક વડલાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન

    1 day ago

    પાટણ શહેરમાં જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વડ સાવિત્રી વ્રતની પરંપરાગત ઉજવણી કરી હતી. આ દિવસે મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પૂજન-અર્ચન કર્યું હતું. વડ સાવિત્રી વ્રત નિમિત્તે વડ સાવિત્રી દેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહિલાઓ સોળ શણગાર સજીને વડ અને સાવિત્રી માતાની પૂજા કરે છે. પૂજન વિધિમાં બાર મહિનાના ૧૨ આંટા અને ૧૩મો આંટો મારીને વડલાની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ ઉપરાંત, ૧૩ દિવસના ચેર, કપડે પાન અને ૧૩ સોપારી સહિતની સામગ્રી અર્પણ કરીને વડ સાવિત્રી દેવતાની આરાધના કરાય છે. આ ધાર્મિક ઉત્સવનું મુખ્ય કેન્દ્ર પાટણના છીડિયા દરવાજા અંબાજી મંદિરમાં આવેલો અંદાજે ૨૦૦ વર્ષ જૂનો ઐતિહાસિક વડ બન્યો હતો. આ સ્થળે છેલ્લા ૨૦૦ વર્ષથી વડ સાવિત્રી પૂજાની પરંપરા જળવાઈ રહી છે, જે તેની ઐતિહાસિકતા દર્શાવે છે. પોતાના પરિવારના સુખ-શાંતિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પાટણ શહેરની અસંખ્ય મહિલાઓએ આ ઐતિહાસિક સ્થળે એકત્રિત થઈને વ્રતની ઉજવણી કરી હતી. તેમણે શાસ્ત્રોક્ત નિયમો અનુસાર વડલાની પૂજા સંપન્ન કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પવિત્ર જેઠ પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનો મહાસંગમ:અંબાજી-ખેડબ્રહ્મા 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યા, હજારો માઈભક્તો દર્શનાર્થે પહોંચ્યા, મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનો વિશેષ ઉત્સાહ
    Next Article
    મોરબીમાં બંધ દુકાનમાંથી ₹1.42 લાખની ચોરી:શટર ઊંચું કરી કોપર વાયર, હાઇડ્રોલિક પુલર અને બેરિંગ ચોરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment