Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી પોલીસની અનોખી પહેલ:પરપ્રાંતિય શ્રમિકોના રજિસ્ટ્રેશન માટે ‘અમરેલી સુરક્ષા કવચ’ ડિજિટલ એપ, સુરક્ષા વ્યવસ્થા થશે વધુ મજબૂત

    8 hours ago

    અમરેલી જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા માટે "અમરેલી સુરક્ષા કવચ" નામની ડિજિટલ એપ્લિકેશનનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં પ્રથમ વખત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ પહેલના માધ્યમથી અન્ય જિલ્લાઓ તેમજ બહારના રાજ્યમાંથી રોજગારી માટે આવતા મજૂરો અને કારીગરોની સંપૂર્ણ માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે. તમામ 20 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેમિનાર યોજાયા જિલ્લાના તમામ 20 પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા અધિકારીઓ દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંદાજે 2 હજાર જેટલા મજૂરો અને કારીગરોને એપ્લિકેશન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સ્થળ પર જ તેમનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. એપમાં મજૂરોની સંપૂર્ણ વિગતોની નોંધણી થશે "અમરેલી સુરક્ષા કવચ" એપ્લિકેશનમાં મજૂરો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, રેફરન્સ, પરિવારની માહિતી, આધાર કાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે. આથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. ઇન્ચાર્જ SP જયવીર ગઢવીની હાજરીમાં જાગૃતિ અભિયાન ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ ચલાલા તાલુકાના ધારગણી ગામે હાજરી આપી લોકોને એપ્લિકેશનના મહત્વ વિશે માહિતી આપી હતી. સાથે જ ગામોમાં વધુને વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા. નાગરિકો, ખેડૂતો અને ઉદ્યોગકારોને સહયોગ માટે અપીલ અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ મજૂરો અને કારીગરોની વિગતો "અમરેલી સુરક્ષા કવચ" એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. આ ડિજિટલ પહેલથી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સશક્ત અને અસરકારક બનશે તેવી પોલીસને આશા છે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi, Owaisi, Priyanka Gandhi ने Maharashtra TET Paper Leak पर BJP को घेरा | Exam Cancelled
    Next Article
    સિદ્ધપુર કોર્પોરેટર આમીરખાને પોલિયો બૂથની મુલાકાત લીધી:બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી અભિયાનમાં ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment