Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેશેલ્સમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું:રાષ્ટ્રપતિ હર્મિની સાથે દ્વિપક્ષીય બેઠક શરૂ; પીએમ સંસદમાં સંબોધન કરશે

    18 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સેશેલ્સમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગ, કોસ્ટ ગાર્ડ અને દરિયાઈ દેખરેખ સહિત અનેક કરારો થઈ શકે છે. મોદી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેઓ આજે સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધન કરશે. આ સાથે તેઓ વિશ્વના પ્રથમ એવા ભારતીય વડાપ્રધાન બની જશે, જેમણે 20 દેશોની સંસદ અથવા નેશનલ એસેમ્બલીને સંબોધન કર્યુ છે. મોદી શનિવારે ત્રણ દિવસની રાજકીય યાત્રા પર સેશેલ્સ પહોંચ્યા હતા. રાજધાની વિક્ટોરિયામાં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ નેશનલ બોટનિકલ ગાર્ડનની મુલાકાત લીધી અને યાદગીરી રૂપે એક છોડ રોપ્યો હતો. PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, 2 તસવીરો… PM મોદીના સેશેલ્સ પ્રવાસની 3 તસવીરો… સેશેલ્સ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો… સેશેલ્સની પ્રથમ વસાહતમાં 5 ભારતીયોનો સમાવેશ થતો હતો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ સૌપ્રથમ 1502માં સેશેલ્સની શોધ કરી હતી. ત્યારે અહીં લોકોની કોઈ કાયમી વસાહત નહોતી. ત્યારબાદ ઘણી સદીઓ સુધી અરબી અને યુરોપિયન જહાજો અહીં રોકાતા રહ્યા, પરંતુ કોઈ કાયમી વસતિ બની નહીં. સૌપ્રથમ 1770માં ફ્રાન્સે પહેલી કાયમી વસાહત સ્થાપી. આ જ દળમાં 15 ફ્રેન્ચ વસાહતીઓ, 7 આફ્રિકન ગુલામો અને 5 ભારતીયો સામેલ હતા. તેમને સેશેલ્સના પ્રથમ કાયમી નિવાસી માનવામાં આવે છે. ત્યારબાદ 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન બિહારના ભોજપુરી ભાષી વિસ્તારોમાંથી પણ લોકો અહીં આવીને વસવા લાગ્યા. 20મી સદીથી તમિલનાડુ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીય વેપારીઓ, મજૂરો અને બાંધકામ કાર્ય સાથે સંકળાયેલા લોકો સેશેલ્સ પહોંચ્યા. સેશેલ્સના પૂર્વ રાષ્ટ્રપતિના પૂર્વજો બિહારથી આજે લગભગ 1.20 લાખની વસતિ ધરાવતા આ દેશમાં ભારતીય મૂળના લોકો લગભગ 8% છે. ભારતીય મૂળના લોકોમાં બિહારી સમુદાય ત્રીજો સૌથી મોટો સમુદાય માનવામાં આવે છે. વર્ષ 2020માં રાષ્ટ્રપતિ બનેલા વેવેલ રામકલાવનના મૂળ પણ બિહાર સાથે જોડાયેલા છે. રામકલાવનના પરદાદા લગભગ 138 વર્ષ પહેલાં બિહારના ગોપાલગંજ જિલ્લાના પરસૌની ગામથી કોલકાતા પહોંચ્યા હતા. ત્યાંથી તેમને શેરડીના ખેતરોમાં કામ કરવા માટે મોરેશિયસ મોકલ્યા. પાછળથી તેમનો પરિવાર સેશેલ્સમાં સ્થાયી થયો. વર્ષ 2018માં, જ્યારે રામકલાવન વિપક્ષના સાંસદ હતા, ત્યારે તેમણે તેમના પૂર્વજોના ગામ પરસૌનીની મુલાકાત પણ લીધી હતી. સેશેલ્સના કાચબા લાંબા આયુષ્ય માટે પ્રખ્યાત દુનિયામાં કાચબાઓની 360થી વધુ પ્રજાતિઓ છે. તેમાંથી સેશેલ્સમાં જોવા મળતો અલ્ડાબ્રા જાયન્ટ કાચબો સૌથી પ્રખ્યાત પ્રજાતિઓમાંનો એક છે. આ પ્રજાતિ તેની અત્યંત લાંબી ઉંમર (સરેરાશ ઉંમર 150 વર્ષ) માટે જાણીતી છે. દુનિયાનો સૌથી વૃદ્ધ જીવંત સ્થળચર પ્રાણી જોનાથન પણ આ જ પ્રજાતિનો કાચબો છે. જોનાથનની ઉંમર લગભગ 194 વર્ષ માનવામાં આવે છે. તેનો જન્મ લગભગ 1832માં થયો હતો. તેને 1882માં લગભગ 50 વર્ષની ઉંમરે સેશેલ્સથી સેન્ટ હેલેના મોકલી દેવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકો તેની લાંબી ઉંમરનું રહસ્ય જાણવા માટે તેના ડીએનએનો અભ્યાસ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે તેના કોષો મનુષ્યના કોષોની જેમ ઝડપથી બદલાતા નથી. આનાથી ઉંમર વધવા અને લાંબા આયુષ્ય સાથે જોડાયેલા નવા રહસ્યો જાણી શકાય છે. મોદીએ કહ્યું- ભારત અને સેશેલ્સના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂરા પીએમ મોદીએ સેશેલ્સના પ્રવાસે કહ્યું- સેશેલ્સ ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પાડોશી અને 'વિઝન મહાસાગર (MAHASAGAR)'નો મુખ્ય ભાગીદાર છે. આ વર્ષે ભારત અને સેશેલ્સ વચ્ચે રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. બંને દેશોના સંબંધો પરસ્પર વિશ્વાસ, લોકતાંત્રિક મૂલ્યો, વિવિધતાના સન્માન અને લોકોના ઊંડા જોડાણ પર આધારિત છે. ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રપતિ હર્મિનીની ભારત યાત્રા પછી, હવે આ પ્રવાસમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. બંને દેશો હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા, સમૃદ્ધિ અને વિકાસને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરશે. હું સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનીશ. આ અવસર બંને દેશોના મજબૂત લોકતાંત્રિક મૂલ્યો અને સંસદીય પરંપરાઓને દર્શાવે છે. સેશેલ્સમાં વસેલા ભારતીય સમુદાયને મળવાનો પણ અવસર મળશે, જેણે પેઢીઓથી બંને દેશોની મિત્રતાને મજબૂત કરી છે. મને વિશ્વાસ છે કે આ યાત્રા ભારત-સેશેલ્સ સંબંધોને વધુ ગાઢ બનાવશે, હિંદ મહાસાગરમાં દરિયાઈ સહયોગ વધારશે અને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હિંદ મહાસાગર ક્ષેત્રના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારશે.
    Click here to Read More
    Previous Article
    સલમાનનો પરિવાર નવા ઘરમાં શિફ્ટ થશે!:શું લોરેન્સ ગેંગના ફાયરિંગ પછી ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે; ખાન પરિવાર 1974થી અહીં રહે છે
    Next Article
    સિયા અને ચેતન સામે કેતન મર્ડરનો સીન રીક્રિએટ કરવામાં આવ્યો:પોલીસ બંનેને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ, દીવાલ પરથી ડમી નીચે પાડીને તપાસ કરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment