Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ-રસ્તા સહિતનો રિપોર્ટ તૈયાર કરાશે:રાજકોટના જૂના શંકાસ્પદ ટીપી ડ્રાફ્ટમાં રિ-માપણી કરી રેકોર્ડ બનાવવાનો પ્રારંભ

    2 days ago

    રાજકોટ શહેરના વિકાસ માટે નવી નવી ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી રહી છે. ડ્રાફટ તૈયાર કરતી વખતે જમીન માલિકો અને રોડ-રસ્તા સહિતના મુદ્દે અસંમજતા થતી હોય છે. જેમાં ક્યારેક ખેડૂતોને અન્યાય પણ થતો હોવાનું બહાર આવ્યું છે. જેના લીધે ડ્રાફ્ટ મંજૂર થયા બાદ ટીપી ફાઇનલ થતા આ મુદ્દો ફરી વખત હાથ ઉપર લેવામાં આવતો નથી જેથી મહાનગરપાલિકાએ તમામ જૂના ડ્રાફ્ટ અને વિકાસ યોજનામાં નવો સરવે તથા માપણી અને ડીમાર્કેશન સંબંધિત કામગીરી માટે રૂ.5 કરોડના ખર્ચે ખાનગી એજન્સી પાસે કામ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા થોડા વર્ષો દરમિયાન નવી ટીપી સ્કીમ માટેના ડ્રાફ્ટ તૈયાર કરી મંજૂરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્યા છે. જેમાં અગાઉ તૈયાર કરવામાં આવેલ ડ્રાફ્ટમાં રિ-ચેકિંગના આદેશ થયા હતા અને હવે બાકી રહે ગયેલા ડ્રાફ્ટ તેમજ વિકાસ યોજના વિસ્તારમાં ડીજીપીએસ મશીનથી માપણી કરી ડીમાર્કેશન કરવાની પ્રક્રિયા મહાનગરપાલિકાએ હાથ ધરી છે. જેના લીધો સાર્વજનિક પ્લોટ તેમજ રોડ-રસ્તા માટે ફાળવવામાં આવેલ તમામ જમીનોની ફરીથી માપણી કરી બેઝમેપ તૈયાર કરી ફાઇનલ ટીપી માટે રજૂ કરવામાં આવશે. એજન્સી દ્વારા આર.એમ.સી. દ્વારા સૂચવેલ ટ્રોલ પોઈન્ટથી નવા ટ્રોલ પોઈન્ટ, એક નગર રચના યોજનમાં બેથી ત્રણ, માપણી શાખાના અધિકારીના સૂચવ્યા મુજબ મુકવાના રહેશે. પોઈન્ટ ઓછામાં ઓછા 2 કલાક અને ઓછામાં ઓછા એક કલાકનો સમયગાળો સ્ટેટિક પદ્ધતિથી રીડિંગ લેવા માટે રાખવાનો રહેશે.
    Click here to Read More
    Previous Article
    'દાદા'એ બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવ્યા:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો, 83 લાખ બાળકો લક્ષ્યાંક
    Next Article
    France Records 1,000 Excess Deaths During Heatwave, Elderly Hit Hard

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment