Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજનાથ સિંહ સંસદમાં ખોટું બોલ્યા?:કોંગ્રેસે કહ્યું, સરકારે ઓપરેશન સિંદૂરના શહીદોની જાણકારી છુપાવી, સરકારે કહ્યું- આ દાવો સાચો નથી

    23 hours ago

    ઓપરેશન સિંદૂરમાં ભારતના 6 શહીદ જવાનોના નામ જાહેર કર્યા બાદ વિવાદ થયો છે. કોંગ્રેસે સરકાર પર શહીદોના નામ છુપાવવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું, ‘સરકારે આ જવાનોની શહાદત એક વર્ષ સુધી જાહેર કરી ન હતી. તેમને તે સન્માન મળ્યું ન હતું, જેના તેઓ હકદાર હતા.’ તેમણે રક્ષા મંત્રી રાજનાથ સિંહના સંસદમાં આપેલા એક નિવેદનનો વીડિયો X પર શેર કર્યો. તેમાં રાજનાથ સિંહે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં કોઈને નુકસાન થયું નથી. ખેડાએ કહ્યું, 'બે જ શક્યતાઓ છે. કાં તો રક્ષા મંત્રીને તે સમયે છ જવાનોની શહાદતની જાણકારી ન હતી અથવા તેમણે સંસદને ગેરમાર્ગે દોરી. બંને પરિસ્થિતિઓ ગંભીર છે.' બીજી તરફ, રક્ષા મંત્રાલયે કહ્યું કે રાજનાથના સંસદમાં આપેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ અંગે રક્ષા મંત્રાલયે કહ્યું કે આ દાવો ખોટો છે કે શહીદોને પહેલીવાર સન્માન મળ્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. 26 જૂન: 6 જવાન શહીદનું નામ વોર મેમોરિયલમાં નોંધાયું રક્ષા મંત્રાલયે કહ્યું- શહીદ જવાનોની જાણકારી પર લાગી રહેલા આરોપો ખોટા છે રક્ષા મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં એવો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે છ શહીદોને પહેલીવાર હવે જાહેર સન્માન મળ્યું છે. આ દાવો તથ્યાત્મક રીતે ખોટો છે. રક્ષા મંત્રાલયે રાજનાથના નિવેદન પર પણ સ્પષ્ટતા કરી રક્ષા મંત્રાલયે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહના સંસદમાં આપેલા ભાષણના એક ભાગને સંદર્ભથી અલગ કરીને રજૂ કરવામાં આવ્યો હતો. આનાથી એવો ખોટો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે તેમણે ઓપરેશન સિંદૂરમાં કોઈ ભારતીય સૈનિક શહીદ ન થયા હોવાની વાત કહી હતી. રક્ષા મંત્રાલયે કહ્યું કે રાજનાથ સિંહનું નિવેદન ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના પાઇલટોના મૃત્યુના દાવાઓને નકારવા માટે હતું. રાજનાથ સિંહે 28 જુલાઈ 2025ના રોજ સંસદમાં કહ્યું હતું- અમારા વિપક્ષના લોકો પૂછે છે કે અમારા કેટલા વિમાન પડ્યા. તેમણે ક્યારેય અમને એ નથી પૂછ્યું કે અમારી સેનાએ દુશ્મનોના કેટલા વિમાન તોડી પાડ્યા. જો તમારે સવાલ પૂછવો હોય તો એ પૂછો કે શું આ ઓપરેશનમાં અમારા બહાદુર સૈનિકોને કોઈ નુકસાન થયું છે? તો તેનો જવાબ છે- ના. 6 મે 2025: સેનાએ PoKમાં 9 આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા 9 આતંકી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. ભારત સરકારે કહ્યું હતું કે આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના સૈન્ય અભિયાન મહાનિર્દેશકો (DGMO) વચ્ચે વાતચીત બાદ બંને દેશોએ સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ દર્શાવી હતી. ભારતની એરસ્ટ્રાઈકમાં અનેક પાકિસ્તાની એરબેઝ તબાહ થયા હતા ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક એરબેઝ તબાહ કર્યા હતા. પ્રાઈવેટ કંપની મેક્સર (Maxar) ના સેટેલાઇટે આ તબાહ થયેલા એરબેઝની તસવીરો જાહેર કરી હતી. મક્સરે પાકિસ્તાનના જે ફોટા જાહેર કર્યા, તેમાં સરગોધા, નૂર ખાન, ભોલારી અને સુક્કુરના એરબેઝ હતા. ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલા પહેલા અને પછી ત્યાં શું સ્થિતિ હતી. સેનાએ જણાવ્યું હતું કે ક્યાં-ક્યાં એરસ્ટ્રાઈક કરી હતી સેનાએ 7 મે 2025ની સવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ ઓળખવામાં આવ્યા હતા. તેમને અમે તબાહ કરી દીધા. લોન્ચપેડ, ટ્રેનિંગ સેન્ટર્સ ટાર્ગેટ કરવામાં આવ્યા. તેમના નામ છે.. …………… આ સમાચાર પણ વાંચો… ઓપરેશન સિંદૂરના 6 શહીદોના નામ પ્રથમ વખત જાહેર: 5 સેના, 1 એરફોર્સનો જવાન, 2 ને વીરતા સન્માન મળ્યું; વોર મેમોરિયલમાં નામ નોંધાયા ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા ભારતીય સશસ્ત્ર દળોના 6 જવાનોના નામ પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ નામોને નેશનલ વોર મેમોરિયલની વેબસાઇટના 'રોલ ઓફ ઓનર'માં સામેલ કરવામાં આવ્યા છે... સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Many officers identifying with RSS ever since BJP came to power: Kailash Vijayvargiya
    Next Article
    Sharing fake social media posts violates ‘you shall not kill’: Kerala’s Syro-Malabar Church

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment