Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડબકા હાઈસ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ યોગાસનો કર્યા, મહત્વ સમજ્યા

    2 days ago

    પાદરા તાલુકાના ડબકા જૂથ કેળવણી મંડળ સંચાલિત ડબકા હાઈસ્કૂલ ખાતે ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ યોગના મહત્વ વિશે માહિતી મેળવી અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. યોગાભ્યાસનું માર્ગદર્શન વિષ્ણુ એમ. પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્રાણાયામ, તાડાસન, વજ્રાસન, ભુજંગાસન તેમજ ધ્યાન જેવી વિવિધ યોગ ક્રિયાઓ કરાવી. પ્રજાપતિએ યોગના દૈનિક જીવનમાં મહત્વ અંગે વિસ્તૃત સમજ આપી. તેમણે યોગના નિયમિત અભ્યાસથી શરીરમાં સ્ફૂર્તિ, મનમાં એકાગ્રતા અને જીવનમાં સકારાત્મકતા વધે છે તે બાબતે પણ સમજણ આપી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કુલદીપ પંડિતે આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આચાર્યએ સૌને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા પ્રેરણા આપી.
    Click here to Read More
    Previous Article
    VNSGU માં 29 જૂને રોજગાર મેળાનું આયોજન:વિવિધ કંપનીઓ સ્થળ પર ઇન્ટરવ્યૂ લઈ ભરતી કરશે
    Next Article
    ધર્મિષ્ઠાબા ઝાલાએ ડબકા હાઈસ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવ્યો:દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરિત કર્યા, શૈક્ષણિક કિટનું વિતરણ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment