Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની સરસ્વતી મહાવિદ્યાલયમાં નશા મુક્ત ભારત અભિયાન:પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ, વિદ્યાર્થીઓએ જાગૃતિ સંદેશ આપ્યો

    एक दिन पहले

    સુરતમાં જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા કાર્યકારી પ્રાચાર્યા સ્વર્ણિમા જૈનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશાના વિવિધ સ્વરૂપો, તેના દૂષ્પ્રભાવો તેમજ નશામુક્ત જીવન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીઓએ આ વિષય પર પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ "નશા મુક્ત યુવા – સશક્ત ભારત", "નશાથી દૂર, સફળતા સાથે દોસ્તી", "રમતગમત અપનાવો, નશો ભગાડો", "ડિજિટલ ડિટોક્સ અને નશા મુક્ત યુવા" તેમજ "તમામ પ્રકારના વ્યસનો સામે યુવા શક્તિ" જેવા વિષયો પર સંદેશાત્મક પોસ્ટરો તૈયાર કર્યા હતા. આ પોસ્ટરો દ્વારા તેમણે સમાજમાં વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો અસરકારક સંદેશ આપ્યો. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર શામલી બરગરે, કાર્યકારી પ્રાચાર્યા સ્વર્ણિમા જૈન તથા પ્રાધ્યાપિકા જયા પંડિતે વિદ્યાર્થીઓને નશામુક્ત જીવનના મહત્ત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પોસ્ટરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં કરણ વાઘ પ્રથમ સ્થાને રહ્યા હતા. રાવત જિતેન્દ્ર અને ખટીક શિવમ દ્વિતીય સ્થાને રહ્યા હતા, જ્યારે રાજ આંચલ, રાજપુરોહિત અનિલ, રાઉત કર્મા અને પાંડે બુલબુલ તૃતીય સ્થાને રહ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સહભાગિતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન બદલ રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના કાર્યક્રમ અધિકારી હાર્દિકકુમાર પી. શેલડિયાએ મહાવિદ્યાલય પરિવાર, NSS સ્વયંસેવકો તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરોલી કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે માઈન્ડ કંટ્રોલ સેમિનાર:ઇસ્કોન મંદિરના સુબલ સુંદર દાસે નકારાત્મક વિચારો દૂર કરવા માર્ગદર્શન આપ્યું
    Next Article
    VNSGU માં 29 જૂને રોજગાર મેળાનું આયોજન:વિવિધ કંપનીઓ સ્થળ પર ઇન્ટરવ્યૂ લઈ ભરતી કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment