Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા સુરકા ગામમાં ભવ્ય ‘માવતર વંદના’ કાર્યક્રમ યોજાયો:વડીલોના સન્માન સાથે નવી પેઢીને સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાનો અનોખો સામાજિક સંકલ્પ

    2 दिन पहले

    આજના આધુનિક યુગમાં સંયુક્ત પરિવારોની ભાવના તૂટી રહી છે ત્યારે સમાજમાં વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, આપણી ભવ્ય વિરાસતનું જતન કરવા અને નવી પેઢીમાં ઉચ્ચ સંસ્કારોનું અક્ષરશઃ સિંચન કરવાના ઉમદા હેતુ સાથે મોટા સુરકા ગામમાં એક ભવ્ય ‘માવતર વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણાદાયી કાર્યક્રમ માત્ર એક સામાન્ય સન્માન સમારોહ પૂરતો સીમિત ન રહેતા, સમગ્ર પરિવાર અને ગ્રામ્ય સમાજને એકતાના અતૂટ તાંતણે બાંધતો એક અનોખો સામાજિક સંકલ્પ બની રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓ અને ગ્રામજનોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે, જે સમાજ પોતાના ખેડૂતો, માવતરો અને દીકરીઓનું સાચા દિલથી સન્માન કરે છે, તેનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ અને સુરક્ષિત રહે છે. મારી સ્વર્ગસ્થ માતાના સંસ્કાર આજે પણ દરેક કાર્યમાં શક્તિ આપે છેઃ વિજય માંગુકિયા આ ભવ્ય સન્માન સમારોહ દરમિયાન વડીલોનું પૂજન કરતી વખતે અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે અગ્રણી વિજય માંગુકિયાએ ગળગળા સાદે સભાને સંબોધતા જણાવ્યું કે, સંસારમાં દરેક માવતર વંદનીય અને પૂજનીય છે. તેમણે પિતા-માતાના મહિમાને વર્ણવતા ઉમેર્યું કે, ભલે મને જન્મ આપનારી મારી પૂજ્ય માતા આજે આ ભૌતિક જગતમાં હયાત નથી, પરંતુ તેમણે બાળપણમાં આપેલા અમૂલ્ય સંસ્કાર અને આશીર્વાદ જ મારા દરેક સત્કાર્યમાં મને આગળ વધવાની અખંડ શક્તિ પૂરી પાડે છે. આજે હું સમાજની દરેક વૃદ્ધ માતામાં મારી પોતાની જ જનનીના દર્શન કરું છું અને આવા પવિત્ર કાર્યક્રમમાં આવીને દરેક વડીલનું સન્માન કરવું એ મારી સ્વર્ગસ્થ માતાનું સન્માન કરવા સમાન પવિત્ર કાર્ય છે. ગ્રામીણ વિરાસત, ખેડૂત અને દીકરીઓની રક્ષા માટે કાર્યક્રમમાં 5 સાર્વત્રિક સંકલ્પો લેવાયા ‘માવતર વંદના’ કાર્યક્રમમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, આપણા ખેડૂતો એ આ દેશની અને ધરતીની અસલી તાકાત છે, જ્યારે વડીલો અને માવતરો આપણી સંસ્કૃતિના મજબૂત આધારસ્તંભ છે અને ગામડાંઓ જ આપણી મૂળ વિરાસતની સાચી ઓળખ છે. એક સંગઠિત, સ્વાભિમાની અને સંસ્કારી સમાજના નિર્માણ માટે આ મંચ પરથી મુખ્ય 5 સામાજિક સંકલ્પોને વારંવાર દોહરાવવામાં આવ્યા હતા. આ આદર્શ મંત્ર સાથે ગ્રામજનોએ આગામી સમયમાં પણ સતત સામાજિક સેવા કાર્યોમાં સક્રિય રહેવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લૂંટ કેસમાં એર ઓફિસર 7 દિવસના રિમાન્ડ પર:જામનગરમાંથી પિસ્તોલની ચોરી કરી અમદાવાદના ગાંધી રોડ પર રૂ. 1.51 કરોડની લૂંટને અંજામ આપ્યો હતો
    Next Article
    KEAM Rank List 2026 Out: Roshan Raju, Vinayak Narayan Top; Check Topper List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment