Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:હવે ‘હમ દો, હમારે દો’થી પણ નીચે ગુજરાત

    2 days ago

    એક સમયે વધતી વસતી ગુજરાત સહિત દેશ માટે મોટી ચિંતા હતી. પરિવાર નિયોજન અભિયાનથી લઈને સરકારી નીતિઓ સુધી સૌનો હેતુ જન્મદર ઘટાડવાનો હતો. પણ હવે ચિત્ર બદલાયું છે. ભારત સરકારની સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (એસઆરએસ) 2024ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતનો કુલ પ્રજનન દર ઘટીને 1.7 થઈ ગયો છે. જે વસતીને સ્થિર રાખવા માટે જરૂરી 2.1ના રિપ્લેસમેન્ટ લેવલથી ઘણો નીચો છે. અને દેશની સરેરાશ 1.9 કરતા ઓછો. વધતી મોંઘવારી, શિક્ષણ અને સારવારના વધી રહેલા ખર્ચના કારણે નાના પરિવારનો આગ્રહ વધ્યો છે. જો કે નિષ્ણાંતો તેને સામાજિક પ્રગતિનો સંકેત માને છે. સાથે ચેતવણી પણ આપે છે કે જો લાંબા સમય સુધી જન્મદર નીચો રહેશે તો ભવિષ્યમાં યુવાનોની સંખ્યા ઘટી શકે છે અને વૃદ્ધોની વસતીમાં ઝડપથી વધારો થતા અર્થતંત્ર, આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષા પરના દબાણમાં વધારો થઈ શકે છે. 5 સવાલ, 5 જવાબ... દર બીજું બાળક ખાનગી હોસ્પિટલમાં જન્મે છે, રાષ્ટ્રીય સરેરાશથી બમણું થયું ગુજરાત 1. ટીએફઆર 1.7 નો અર્થ શું છે? 2. જન્મદર કેમ ઘટી રહ્યો છે? 3. શું આ સારી વાત છે? 4. તો પછી ચિંતા કઈ વાતની છે? 5. રિપોર્ટનો સૌથી મોટો સંદેશ શું છે? ભાસ્કર ઇનસાઇડનવી વસતીથી 5 મોટા પરિવર્તન 1. શિક્ષણ જ બની ગયું મોટી પોપ્યુલેશન પોલિસી 2. મોંઘવારીએ બદલ્યું પરિવારનું બજેટ 3. હવે ‘ઓછા બાળકો, ઉજ્જવળ ભવિષ્ય’ 4. દર બીજું બાળક ખાનગી હોસ્પિટલમાં જન્મ 5. આગામી 20 વર્ષનો સવાલ ભાસ્કર નોલેજ 2.1 કેમ છે સૌથી મહત્વનો આંકડો? આ 'રિપ્લેસમેન્ટ લેવલ' છે. એક પેઢી જેટલી મોટી છે, આવનારી પેઢી પણ એટલી જ રહે. આ આંક 2.1 થી નીચે જાય તો વસતી વધતી અટકી જાય છે અને ઘટી પણ શકે છે. હવેની મહિલાઓ બાળકોના વૈજ્ઞાનિક ઉછેરને મહત્ત્વ આપે છે’ મહિલાઓ વધુ ભણે છે અને આત્મનિર્ભર બને છે, તેમ તેમનો દૃષ્ટિકોણ બદલાય છે. હવે એક કે બે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ, પોષણ આપવું એ પ્રાથમિકતા છે. અગાઉ પાંચ-છ સંતાનો સ્વાભાવિક હતા, પણ આજે શિક્ષિત સ્ત્રી કારકિર્દી અને બાળકના વૈજ્ઞાનિક ઉછેરને વધુ મહત્વ આપે છે. સમાજ હવે વસતી વધારવાને બદલે ‘ગુણવત્તાયુક્ત જીવન' તરફ આગળ વધી રહ્યો છે, જે વિકસિત સમાજની નિશાની છે. - ગૌરાગં જાની, સમાજશાસ્ત્રી, અમદાવાદ
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ DRIની કાર્યવાહી:સરકારી સ્કીમના નામે 41 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી કરનાર વેપારીની ધરપકડ
    Next Article
    Amreli Forest Department News | અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહબાળના મોત | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment