Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરપંચનો લૂલો બચાવ:સરપંચના કૌટુંબિક કાકાએ જ ગૌચર દબાવ્યુંએટલે પગલાં ન લીધા, આવા અનેક દબાણો

    3 days ago

    રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની કિંમતી જમીનો પરના દબાણો હટાવવાની મૂળ જવાબદારી સરપંચ અને તલાટી મંત્રીની હોય છે, પરંતુ લોધીકાના રાવકી ગામમાં સરપંચ દ્વારા જ પોતાના કૌટુંબિક કાકાનું કોમર્શિયલ દબાણ છાવરવામાં આવતું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોધિકા તાલુકાના રાવકી ગામે સર્વે નંબર 210 ની 510 ચોરસ મીટર ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી તેનો વ્યાવસાયિક (કોમર્શિયલ) ઉપયોગ કરવા બદલ ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે.લોધિકા તાલુકા વિકાસ અધિકારીજે.આર. બોરીચાએ પોતે ફરિયાદી બનીને દબાણકર્તા શૈલેષ નાગજી ફાચરા, અશોક મુળજી ઠુંમર અને અતુલભાઈ વરસાણી વિરૂદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. કલેક્ટર કચેરીમાં થયેલી અરજી બાદ મામલતદારની ટીમે તપાસ કરતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. નવાઈની વાત એ છે કે, દબાણકર્તા શૈલેષ નાગજી ફાચરા એ રાવકી ગામના વર્તમાન સરપંચ વિશાલભાઈ ફાચરાના કૌટુંબિક કાકા થાય છે, જેના કારણે સરપંચ અને તલાટી મંત્રી સત્યમભાઈ દવે દ્વારા ગ્રામ પંચાયતના ચોપડે કે રજિસ્ટરમાં આ દબાણ અંગે કોઈ જ નોંધ કરવામાં આવી નહોતી.આ દબાણને છાવરમાં આવ્યું હતું ગ્રામ પંચાયતના ચોપડે નોંધ જ નથી, તો તાલુકા-જિલ્લામાં ક્યાંથી હોય?- ટીડીઓ લોધિકાના તાલુકા વિકાસ અધિકારી જે.આર. બોરીચાએ સમગ્ર મામલે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું કેરાવકી ગ્રામ પંચાયતના ચોપડે ગૌચરમાં કેટલા દબાણ છે તે તપાસવું પડશે. વાસ્તવમાં ગૌચરના દબાણ રજિસ્ટર કરવાની પ્રાથમિક જવાબદારી સરપંચ અને તલાટી મંત્રીની જ બને છે.આ કેસમાં ગૌચરના દબાણ અંગેની અરજી સીધી કલેક્ટર કચેરીમાં થઈ હતી. મામલતદારની ટીમે તપાસ કરી ત્યારે જ આ દબાણ સામે આવ્યું. સ્થાનિક ગ્રામ પંચાયતના ચોપડે જ આ અંગેની કોઈ નોંધ કરવામાં આવી નથી, જેના કારણે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના ચોપડે આ દબાણ રજિસ્ટર કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.” ‘અમને કોઈ પગાર મળતો નથી, તો મફતમાં સેવા કરવાની’ - સરપંચનો લૂલો બચાવ રાવકી ગામના સરપંચ વિશાલભાઈ ફાચરાએ પોતાનો બચાવ કરતા અને તંત્ર સામે બળાપો કાઢતા જણાવ્યું હતું કે ગૌચરની જમીનનું દબાણ રજિસ્ટર કરવાનું કામ તલાટી મંત્રીનું છે. અમારી પાસે કોઈ માપણી સીટ નહોતી અને આ દબાણ હું સરપંચ બન્યો તે પહેલાનું છે. અમે દબાણકારોને નોટિસ આપી હતી અને ગ્રામ પંચાયતની બેઠકમાં 2-3 વખત બોલાવ્યા પણ હતા. દબાણકર્તા શૈલેષ ફાચરા મારા કૌટુંબિક કાકા છે અને તેઓ સોમવારે લેન્ડ ગ્રેબિંગના કેસમાં છૂટી જવાના છે.સરકાર અમને કોઈ પોલીસ પ્રોટેક્શન આપતી નથી. અમે દબાણ દૂર કરવા જઈએ તો લોકો છરીઓ લઈને દોડે છે. અમને કોઈ પગાર મળતો નથી, તો અમારે શું મફતમાં સેવા કરવાની? ધારાસભ્યો 1.50 લાખનો પગાર લે છે, જ્યારે ધારાસભ્યો કરતાં સરપંચ પાસે ઘણાં બધાં કામો હોય છે.”
    Click here to Read More
    Previous Article
    શેઢે ખડ નાખવાના મુદ્દે થઈ હતી બોલાચાલી‎:ખડાધાર ગામે વિવાદને લઈ એક યુવકને ફટકાર્યો
    Next Article
    મોબાઇલ અને પર્સ સાથી કર્મચારી પાસે મળતાં તેની પુછપરછ કરાશે:ગુમ થયાના બીજા દિવસે મવડીના યુવકની લાશ મળી, સાથી કર્મચારી શંકાના ઘેરામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment