Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશનગરમાં આમલેટની લારી પર મારામારી અને તોડફોડ:ખાવાનું ખાઈને પૈસા ન આપવા બાબતે હંગામો, રૂપિયા લઈને શખસ ફરાર થયાનો આક્ષેપ, પોલીસે તપાસ શરૂ

    3 days ago

    વડોદરાના ગણેશ નગર રોડ નજીક ઋષિ પાર્ક સોસાયટી ચાર રસ્તા વિસ્તારમાં આમલેટની લારી પર મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે. લારી સંચાલકના આક્ષેપ મુજબ કેટલાક શખ્સોએ ખાવાનું લીધા બાદ પૈસા આપવાની જગ્યાએ દાદાગીરી કરીને હુમલો કર્યો હતો. ઘટના દરમિયાન લારી સંચાલક પોતાની જાન બચાવવા સ્થળ પરથી ભાગી ગયો હતો અને તરત જ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી પણ નોંધાવી હતી. 7 હજાર રૂપિયાની રોકડ લૂંટ્યાનો આક્ષેપ આક્ષેપ છે કે, જ્યારે લારી સંચાલક પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે આરોપીઓ ફરી લારી પર આવી પહોંચ્યા હતા. તેઓએ ગલ્લામાંથી અંદાજે 5 થી 7 હજાર રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી અને લારી પર રાખેલી ખુરશીઓ તેમજ ટેબલની તોડફોડ કરી હોવાના ફરિયાદીએ અક્ષેપો કર્યા હતા. પોતાને ગુંડો ગણાવીને લારીમાં તોડફોડ કરી આ અંગે ફરિયાદી સંજય વણઝારાએ જણાવ્યું હતું કે, રાત્રે કેટલાક લોકો તેમની લારી પર જમવા આવ્યા હતા જેઓ નશાની હાલતમાં હતા. જ્યારે સંજયભાઈએ તેમની પાસે પૈસા માંગ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને પોતાને ગુંડા અને ડોન ગણાવવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ય લોકોને બોલાવીને સંજયભાઈ પર હુમલો કર્યો, તેમની લારીની તોડફોડ કરી અને ગલ્લામાં રાખેલા તમામ પૈસા લૂંટી લીધા હોવાના અક્ષેપો કર્યા હતા. શિવા દર મહિને હપ્તો ઉઘરાવતો હોવાનો આક્ષેપ સંજયભાઈ જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા અને પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. પીડિતે આક્ષેપ કર્યો છે કે શિવા નામનો એક વ્યક્તિ ગણેશનગર માર્કેટમાં લુખ્ખાગીરી કરે છે અને દર મહિને તેમની પાસેથી હપ્તો ઉઘરાવે છે. આ ઘટના અંગે પાણીગેટ પોલીસ મથકના PI એ. બી. પટેલે જણાવ્યું હતું કે, રાત્રે ઈંડા લારી ચાલક સાથે માથાકૂટ થઈ છે, તોડફોડ થઈ નથી, પરંતુ આ મામલે અમે ફરિયાદીની ફરિયાદ આધારે તપાસ કરીશું અને અટકાયતી પગલાં લઈશું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વૃદ્ધની હત્યા: આરોપી બે દિવસના રિમાન્ડ પર:હત્યાનું કારણ અને પુરાવા એકત્ર કરવા પોલીસની સઘન તપાસ
    Next Article
    નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર:ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment