Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંધારણ હત્યા દિવસ નિમિત્તે ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરા આવ્યા હતા:ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાત અંગે જાણ ન કરાતાં કાર્યકરો નારાજ,ગ્રૂપમાં બળાપો ઠાલવ્યો

    19 घंटे पहले

    બંધારણ હત્યા દિવસ નિમિત્તે વડોદરા આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના નિવાસસ્થાને મુલાકાતે ગયા હતા. જોકે આ અંગે વોર્ડ 14ના સંગઠને કાર્યકર્તાઓને જાણ ન કરી હોવાની ફરિયાદ ઊઠી છે. વોર્ડ 14 સંગઠનના સોશિયલ મીડિયા ગ્રૂપમાં કાર્યકર્તાઓએ એક પછી એક નારાજગી ઠાલવીને સંગઠનમાં કોઈ સાંભળતું નહીં હોવાની ફરિયાદ કરી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુરુવારે સાંજે પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને જયાબેન ઠક્કર, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પૂર્વ શહેર પ્રમુખ ભૂપેન્દ્ર લાખાવાલા અને પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના નિવાસસ્થાને ગયા હતા. વોર્ડ 14માં રહેતા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના નિવાસસ્થાને પહોંચી પ્રદેશ પ્રમુખે તેમની તબિયત અંગે પૃચ્છા કરી હતી. જોકે પ્રદેશ પ્રમુખ વોર્ડ 14માં પૂર્વ ધારાસભ્યના ઘરે આવવાના છે તે અંગે સ્થાનિક કાર્યકરોને જાણ કરાઈ ન હતી. જેથી વોર્ડ સંગઠનમાં ભડકો થયો છે. વોર્ડ 14 સંગઠનના સોશિયલ મીડિયા ગ્રૂપમાં કાર્યકરોએ નારાજગી ઠાલવી હતી. કેટલાક કાર્યકરોએ લખ્યું કે, ‘વાડીમાં કોઈ જવાબદારી અપાતી નથી. માંડવીથી ચોખંડી સુધી હોદ્દા આપ્યા, પરંતુ વાડીને બાકાત રાખ્યું. સંગઠનમાં કોઈ કોઈનું સાંભળતાં નથી, અપના કામ બનતા, ભાડ મેં જાયે કાર્યકર્તા.’ અન્ય કાર્યકર્તાએ લખ્યું કે, 30 વર્ષ પછી કોંગ્રેસના ફાળે 2 સીટ ગઈ, જેની પાછળ સંગઠનનો કાર્યકર્તા સાથે સંકલનનો અભાવ છે.
    Click here to Read More
    Previous Article
    સની પટેલનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચડ્યું:કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના યુવકની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા, માતા અને પત્ની સહિત પરિવારનું આક્રંદ
    Next Article
    Cabo Verde vs Saudi Arabia Highlights: Blue Sharks Script History, Reach Round Of 32 At FIFA World Cup 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment