Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સની પટેલનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચડ્યું:કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતના મૃતક યુવકની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા, પરિવારે ભારે હૈયે વિદાય આપી

    12 hours ago

    કતારમાં ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટની દુર્ઘટનામાં સુરતના ડુમ્મસ વિસ્તારના ભીમપોર મોટા મહોલ્લામાં રહેતા સની પટેલ નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. બ્લાસ્ટની આ ઘટના બાદ શરૂઆતમાં સની પટેલ ગુમ હોવાનું સામે આવ્યું હતું, જેથી પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા અને તેના સલામત હોવાની પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન સનીનો મૃતદેહ મળી આવતા જ પરિવારના તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. કતારમાં જ રહેતા સનીના ભાઈ રવિ પટેલે હોસ્પિટલમાં જઈને મૃતદેહની ઓળખ કરી હતી, જેના આધારે સનીના મોતના સત્તાવાર સમાચાર સુરત સ્થિત તેના પરિવાર સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે સનીનો મૃતદેહ ભારતીય દૂતાવાસના સહયોગથી હવાઈ માર્ગે કતારથી અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી વતન સુરતના ભીમપુર લાવવામાં આવ્યો હતો. આ સમયે આખું ગામ હિબકે ચડ્યું હતું. અને સનીની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પરિવારના ભવિષ્ય માટે 7 મહિના પહેલા જ કતાર ગયો હતો આર્થિક સંકડામણથી ઝઝૂમતા પરિવારને સધ્ધર કરવા અને ઘરના સભ્યોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સની પટેલે વિદેશ જવાનો નિર્ણય કર્યો હતો. માત્ર સાત મહિના પહેલા જ સની પોતાના વતન સુરતથી કતાર ખાતે નોકરી મેળવીને ગયો હતો. જે ઘર અને પરિવારને સુખી કરવા માટે તે દિવસ-રાત કતારમાં મહેનત કરી રહ્યો હતો, આજે એ જ ઘરમાં તેનો નશ્વર દેહ કફનમાં લપેટીને લાવવામાં આવ્યો હતો. આ કરુણતા જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. સની માત્ર 26-27 વર્ષની નાની ઉંમરે કાળનો કોળિયો બની જતાં આખો પરિવાર નિરાધાર થઈ ગયો છે અને તેમના ઘરનો કમાવનારો મુખ્ય આધાર છીનવાઈ ગયો છે. ભારતીય એમ્બેસીની મદદથી મૃતદેહ વતન લવાયો કતારમાં સનીના મોતના સમાચાર બાદ તેના પાર્થિવ શરીરને ભારત લાવવા માટે પરિવારે સરકારની મદદ માંગી હતી. કતાર સ્થિત ભારતીય એમ્બેસીનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના સક્રિય સહયોગથી સનીના મૃતદેહને એરોપ્લેન મારફતે કતારથી અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, અમદાવાદથી એક એમ્બ્યુલન્સ મારફતે બાય રોડ સનીના પાર્થિવ દેહને સુરતના ડુમ્મસ ભીમપુર ખાતે તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર અને રાજદ્વારી સ્તરે મળેલી ઝડપી મદદને કારણે મૃતદેહ સમયસર વતન પહોંચી શક્યો હતો. માતા અને પત્નીના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું જ્યારે સનીનો પાર્થિવ દેહ તેના ઘર આંગણે પહોંચ્યો ત્યારે ત્યાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારની સ્થિતિ અત્યંત દયનીય અને ખરાબ જોવા મળી હતી. સનીની માતા અને પત્ની પોતાના વહાલસોયાને ગુમાવી બેસવાના આઘાતમાં અચેત થઈ રહ્યા હતા અને સતત રડી રહ્યા હતા. પત્નીના કરુણ આક્રંદ અને માતાની ચીસો સાંભળીને આખું ગામ હબકી ગયું હતું. ઘરના આંગણે હજારોની મેદની જમા થઈ ગઈ હતી, પરંતુ કોઈની પાસે આ દુઃખી પરિવારને આપવા માટે સાંત્વનાના શબ્દો નહોતા. સનીના અકાળે અવસાનથી આખા પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોએ શ્રદ્ધાંજલિ આપી, અંતિમ સંસ્કાર કરાયા સની પટેલના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેના ભીમપોર સ્થિત નિવાસસ્થાને મૂકવામાં આવ્યું હતું. સની ખૂબ જ મિલનસાર અને માયાળુ સ્વભાવનો હોવાથી ગામના લોકો, સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો તેના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયા હતા. દરેક નાગરિકની આંખમાં આંસુ હતા અને વાતાવરણ ભારે ગમગીન બની ગયું હતું. અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ સનીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. ત્યારબાદ સ્થાનિક સ્મશાનભૂમિ ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ભારે હૈયે તેને વિદાય આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનથી દ્વારકા યાત્રાએ નીકળેલા સકારામ બાપાની ગાડીમાંથી ચોરી:બેટ દ્વારકા મંદિરે દર્શન કરતા સમયે અજાણ્યા તસ્કરો ફરાર
    Next Article
    Cristiano Ronaldo fan, shuttler Rounak Chouhan defeats World No 6 at US Open

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment