Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન મિત્રતા કેળવી:ફ્રી ફાયર ગેમ દ્વારા સગીરાના મોર્ફ ન્યુડ ફોટા-વિડીયો વાયરલ કરનાર આરોપી ગુરુગ્રામથી ઝડપાયો

    1 day ago

    ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને પ્રાધાન્ય આપતા ‘ઓપરેશન સાયબર સુરક્ષિત નારી’ અંતર્ગત સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને હેરાન-પરેશાન કરી તેના અને તેના સાહેદના મોર્ફ ન્યુડ ફોટા અને વિડીયો વાયરલ કરનાર હરિયાણાના એક આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ગુરુગ્રામથી ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ કચેરીએથી મળતી માહિતી મુજબ ફ્રી ફાયર ગેમ રમતી સગીરવયની ફરિયાદી સાથે ઓનલાઈન મિત્રતા કેળવી હતી, ત્યારબાદ વિડીયો કોલના માધ્યમથી વિશ્વાસમાં લઈને આરોપીએ સગીરા તથા તેના સાહેદના ફોટા મેળવી તેનું મોર્ફિંગ કરીને ન્યુડ ફોટા અને વિડીયો તૈયાર કર્યા હતા. આ અશ્લીલ કન્ટેન્ટને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી સગીરાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો, ​આ ગંભીર ગુનાની નોંધ લઈને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, આઈ.ટી. એક્ટ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસે હરિયાણાના ગુરુગ્રામ ખાતે પહોંચીને આરોપી રાજા ઉર્ફે ઉજ્જવલ મનોજભાઈ કપીલદેવ વિશ્વકર્મા રહે.સેક્ટર 39, ગુરુગ્રામ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ​જાહેર જનતા માટે પોલીસનો સંદેશ સોશિયલ મીડિયા પર અન્યના નામે ફેક એકાઉન્ટ બનાવવા, અશ્લીલ મેસેજ કરવા અથવા કોઈના ફોટા-વિડીયો સાથે ચેડાં કરી વાયરલ કરવા તે ગંભીર ગુનો છે આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ધાર્મિક કે જ્ઞાતિ વિષયક વિરોધાભાસી અને ઉશ્કેરણીજનક પોસ્ટ કે મેસેજ ફોરવર્ડ ન કરવા અપીલ કરી છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Gujarat Latest News LIVE | આજના તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News | News18 Gujarati
    Next Article
    El Nino Effect On Gujarat | ચોમાસાને લઈને ચિંતાજનક સ્થિતિ! ખેડૂતો ટેન્શનમાં, સરકાર એક્શનમાં | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment