Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબાચોકમાં હજરત ઈમામ હુસેનની યાદમાં જાહેર શોકસભા-માતમી જુલૂસ:વારાણસીના મૌલાનાએ કરબલાના શહીદોની કુરબાની વર્ણવતા જનમેદની હિબકે ચડી

    3 days ago

    ભાવનગર શહેરના ઐતિહાસિક આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઇસનાં અશરી જમાત દ્વારા હજરત ઈમામ હુસેન અ.સ.ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એક જાહેર શોકસભા તથા માતમી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર કુરઆને પાકની તિલાવત (પઠન) સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉત્તર પ્રદેશના વારાણસીથી ખાસ પધારેલા મૌલાના યુસુફ ઉપસ્થિત રહ્યા હતા. મૌલાના યુસુફે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં હજરત ઈમામ હુસેનના પવિત્ર જીવન ચરિત્ર વિશે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઇમામ હુસેન અ.સ.એ ક્રૂર શાસક યઝીદના અત્યાચારો અને ઝુલ્મની સામે ક્યારેય ઝૂક્યા વિના, સમગ્ર જગતમાં માનવતાના ઉચ્ચ સિદ્ધાંતોને બચાવવા માટે કરબલાના મેદાનમાં પોતાની મહાન કુરબાની આપી હતી, જે આજે પણ વિશ્વભરના લોકો માટે પ્રેરણારૂપ છે. 6 માસના માસૂમ અલી અસગરની શહાદતનો કરૂણ પ્રસંગ સાંભળીને લોકોના આંસુ વહેવા લાગ્યા ધાર્મિક સભાને સંબોધતા મૌલાના યુસુફે કરબલાના મેદાનમાં ખેલાયેલા લોહિયાળ જંગનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મહોરમ માસની 10મી તારીખે (આશુરાના દિવસે) કરબલાના શહીદોના માનમાં તાઝીયાઓ બનાવીને ઈમામનો ગમ મનાવવાની ઇસ્લામિક પરંપરા છે. કરબલાના મેદાનમાં યઝીદી સેના દ્વારા જે નિર્દોષ લોકોને શહીદ કરવામાં આવ્યા હતા, તેમાં સૌથી નાની ઉંમરના માત્ર 6 માસના માસૂમ બાળક હજરત અલી અસગર અ.સ.ની શહાદતનો કરૂણ ઇતિહાસ તેમણે વર્ણવ્યો હતો. આ સાથે જ કરબલામાં નાના બાળકો, મહિલાઓ તથા અસહાય વૃદ્ધો ઉપર આચરવામાં આવેલા અમાનુષી ઝુલ્મની હૃદયદ્રાવક વિગતો આપતા જ શોક મજલિસમાં ઉપસ્થિત હજારોની માનવમેદની ભારે ભાવુક થઈ ગઈ હતી અને લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. હઝરત અબ્બાસના અલમ અને દુલદુલ ઘોડા સાથે નીકળેલા જુલૂસને નિહાળવા હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો ઉમટ્યા જાહેર શોકસભાની પૂર્ણાહુતિ બાદ આંબાચોક ખાતેથી એક ભવ્ય માતમી જુલૂસ પ્રસ્થાન થયું હતું. આ જુલૂસ હઝરત અબ્બાસ અ.સ.ના પવિત્ર અલમ (પ્રતિકાત્મક ધ્વજ) તથા હઝરત ઈમામ હુસૈન અ.સ.ના ઝખ્મી ઘોડા ‘દુલદુલ’ની પ્રતિકૃતિ સાથે શહેરના વિવિધ નિર્ધારિત માર્ગો પર ગંભીર માહોલમાં ફર્યું હતું. આ પરંપરાગત જુલૂસની મુખ્ય ખૂબી એ હતી કે તેમાં રાખવામાં આવેલા તાઝીયા, ઇરાકના કરબલા શહેરમાં આવેલી ઇમામ હુસૈન અ.સ. ની પવિત્ર કબર (મઝાર) પર બનેલા આબેહૂબ રોઝાની શૈલીમાં કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. કોમી એકતાના પ્રતીક સમાન આ માતમી જુલૂસને નિહાળવા અને શ્રદ્ધાપૂર્વક વંદન કરવા માટે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના નાગરિકો મોટી સંખ્યામાં રસ્તાઓની બંને બાજુએ ઉમટી પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Sarthi event in Pune: BJP MP Medha Kulkarni walks off stage, says she felt insulted after caste remark
    Next Article
    US warns tariffs will be back ‘exactly where they were’ as India eyes trade deal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment