Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની કારમાં ખાદ્યપદાર્થોની હેરાફેરી:શહેર કોંગ્રેસ પ્રમુખે વીડિયો જાહેર કરી ગંભીર આરોપો લગાવીને સવાલો ઉઠાવ્યા, ત્રણેક વર્ષ જૂનો હોવાનું કહી તંત્રનો બચાવ

    3 days ago

    રાજકોટ મહાપાલિકાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મીઠાઈના બોક્સ, પાણીની બોટલો અને અન્ય સામગ્રી સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ગંભીર આરોપો લગાવ્યા છે. અને આ ગાડી દ્વારા તમામ વસ્તુઓ કોઈ અધિકારીનાં ઘરે લઈ જવાતી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમજ આ સમગ્ર મામલે મનપા કમિશ્નર દ્વારા નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જોકે, આ વિવાદ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વીડિયો આશરે 3 વર્ષ જૂનો છે. પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે તાત્કાલિક ધોરણે કેટલીક જરૂરી વસ્તુઓ પહોંચાડવાની હોવાથી તે સામગ્રી તેમની સરકારી કારમાં લઈ જવામાં આવી રહી હતી. લખનૌ રેલવે સ્ટેશન ઉપર કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા ઉત્તર રેલવેના લખનૌ સ્ટેશન પર ઓએચઈ (OHE) સંશોધન કાર્ય માટે બ્લોક લેવાયો હોવાથી રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનોના રૂટ અસ્થાયી રૂપે બદલવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, તારીખ 26 જૂનથી 11 સપ્ટેમ્બર સુધી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ (15635) અને તારીખ 27 જૂનથી 12 સપ્ટેમ્બર સુધી ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ (15667) પોતાના નિયત રૂટ કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે. સામે પક્ષે, તારીખ 29 જૂનથી 7 સપ્ટેમ્બર સુધી ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ (15636) અને તારીખ 01 જુલાઈથી 9 સપ્ટેમ્બર સુધી કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ (15668) તેના નિયત રૂટ બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ ફેરફારની નોંધ લઈ સત્તાવાર વેબસાઈટ પર સમયપત્રક ચકાસીને મુસાફરી કરવા વિનંતી કરાઈ છે. રાજકોટ સિવિલમાં ECG રિપોર્ટ બતાવવા લાઈનમાં ઉભેલા દર્દીએ દમ તોડયો રાજકોટ સિવિલ હોસ્પિટલના રેઢિયાળ વહીવટ અને તબીબોની બેદરકારીના કારણે વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ થયો છે. શહેરના ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે આવેલા મયુરનગરમાં રહેતા 42 વર્ષના બબલુ સુદામભાઈ વિશ્વકર્માને શ્વાસની બીમારી સબબ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વોર્ડમાં તેમનું ECG કરાવ્યા બાદ રિપોર્ટ બતાવવા માટે વોર્ડ નં. 19ના મેડિશન વિભાગમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં 50 જેટલા દર્દીઓની લાઈન હતી, જેમાં બબલુ વિશ્વકર્મા આ લાઈનમાં દોઢ કલાક સુધી ઉભા રહ્યા હતા. લાંબી લાઈનમાં ઉભા રહેવા દરમિયાન તેમની તબિયત વધુ બગડતા તેઓ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી કરવામાં આવતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે તબીબી બેદરકારીનો આક્ષેપ કરી જવાબદાર બેદરકાર તબીબો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે હોસ્પિટલ પહોંચી આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાલપરી નદીના પટમાં એક્સપાયર થયેલી દવાઓનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં મળતાં તપાસ શરૂ રાજકોટની જીવાદોરી સમાન લાલપરી નદીના પટમાં નિયમોને નેવે મૂકીને મેડિકલ વેસ્ટ અને એક્સપાયર થયેલી દવાઓનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાની ગંભીર ઘટના સામે આવી છે. નદીના પટમાંથી અંદાજે 3 જેટલા મોટા થેલાઓમાં ભરેલી અલગ-અલગ પ્રકારની દવાઓ બિનવારસી હાલતમાં મળી આવતા સ્થાનિક સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક તપાસમાં આ તમામ દવાઓ પોતાની એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલી હોવાનું માલૂમ પડ્યું છે. બાયોમેડિકલ વેસ્ટના કાયદા અનુસાર, એક્સપાયર થયેલી દવાઓનો નિકાલ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે વૈજ્ઞાનિક ઢબે કરવાનો હોય છે. જોકે, અહીં જાહેર આરોગ્યને જોખમમાં મૂકીને નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. આ કૃત્ય પાછળ શહેરના જ કોઈ મોટા મેડિકલ હોલસેલર અથવા દવાના વેપાર સાથે સંકળાયેલા તત્વો હોવાની પ્રબળ આશંકા છે. જેને લઈ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં 'સૌની યોજના' અંતર્ગત કરોડોના કામોનું ખાતમુહૂર્ત કરશે જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ 27 જૂને રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે 09:30 કલાકે વિંછીયાના આસલપુર તળાવ ખાતે 'સૌની યોજના' લિંક-4, પેકેજ-3, 4 અને 5-એ હેઠળ, સ્કાવર વાલથી 3 કિમીની મર્યાદામાં આવતા તળાવ અને ડેમોને સાંકળવાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 10:30 કલાકે વિંછીયા માર્કેટિંગ યાર્ડમાં જાહેર સભા સંબોધશે. બપોરે 02:00 કલાકે તેઓ વિંછીયા પાણી પુરવઠા યોજના અને 3:00 કલાકે આણંદ સાગર ડેમની મુલાકાત લેશે. સાંજે 04:30 કલાકે કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરશે. મંત્રીની અધ્યક્ષતામાં સાંજે 05:30 કલાકે રાજકોટ બહુમાળી ભવન ખાતે સિંચાઈ વિભાગના અને 06:15 કલાકે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાશે. કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જવા પ્રસ્થાન કરશે.
    Click here to Read More
    Previous Article
    Dara Singh’s warning to son Vindu on marrying Farah Naaz: ‘Hindu-Muslim marriages are hard’
    Next Article
    Ground Report | ચોમાસાને કોણે ડખે ચડાવ્યું? | નકલીના સોદાગરો બેફામ |Prime Time Show |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment