Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ કોર્પોરેટરના પુત્રએ પહેલા માળેથી ઝંપલાવ્યું:યુવતી સાથે ફોટો વાયરલ કરી બદનામ કરાતા લાગી આવ્યું, પત્ની-સાસરિયા સામે ગુનો; સુરતમાં ફેક ન્યૂઝ વાયરલ કર્યાનો આક્ષેપ

    3 days ago

    સુરત શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયામાં યુવતી સાથેના ફોટો વાયરલ કરી બદનામ કરવામાં આવતાં નાની વેડના પૂર્વ કોર્પોરેટરના પુત્રને પહેલા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં પુત્રના પગના તળિયાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટરે અલગ રહેતી તેની પુત્રવધૂ અને તેનાં માતા-પિતા સામે સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ વાયરલ કરાયા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાની વેડમાં રહેતા પૂર્વ નગરસેવક અને તેમના પુત્રને સમાજમાં બદનામ કરવાના ઈરાદે 'સુરતી ન્યૂઝ મીડિયા' નામના પેજ ઉપર એક વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, નાની વેડના પૂર્વ નગર સેવકના પુત્રની કરતૂતો અને ચારિત્ર્ય પર છાંટા ઉડ્યા. પોતાની ભૂલ સુધારવાને બદલે પત્નીને ઘરમાંથી તગેડી મૂકી’. આ લખાણની સાથે જ સોશિયલ મીડિયા પર પુત્રના એક અન્ય યુવતી સાથેના ફોટા પણ વહેતા કરી દેવાયા હતાં. શા માટે બદનામ કરવાનો ખેલ ખેલાયો? પૂર્વ કોર્પોરેટરે ફરિયાદમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગત બીજી ઓગસ્ટના રોજ તેની પુત્રવધૂને અન્ય પુરુષ સાથે પાલની એક હોટેલમાં શખસની પત્નીએ જ રંગેહાથ ઝડપી પાડી હતી. તે સમયે પુત્રવધૂએ પોતાની ભૂલ સ્વીકારીને ફરીથી સાથે રાખવા માટે એક 'બાંહેધરીપત્રક' લખી આપ્યું હતું. હવે આ જ બાંહેધરીપત્રક ગમે તેમ કરીને પરત મેળવવા માટે પુત્રવધૂ અને તેનાં માતા-પિતા આ બદનામીનું ષડયંત્ર રચી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આરોપીઓએ પૂર્વ કોર્પોરેટરરના મિત્રના ઘરે જઈને પણ આ પ્રકારની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બદનામીથી લાગી આવતાં પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો પિતા પૂર્વ નગરસેવક હોવાથી અને સમાજમાં મોટું નામ ધરાવતા હોવાના કારણે આ પ્રકારની ખોટી બદનામીથી પુત્રને ભારે લાગી આવ્યું હતું. માનસિક તણાવમાં આવીને તેને પોતાના ઘરના પહેલા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. ઊંચાઈ પરથી પછાડાવાને કારણે શશીનના પગના તળિયાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં તેની સર્જરી કરવાની નોબત આવી છે. સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરી પુત્રને બદનામ કરવા બદલ તેની પત્ની, સસરા અને સાસુ (રહે. કુંજગલી, કતારગામ) વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપીઓએ ઘરની કામવાળીથી લઈને પૂર્વ કોર્પોરેટરના મિત્રો સુધી તમામને બદનામ કરવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. સિંગણપોર પોલીસે પૂર્વ કોર્પોરેટરની ફરિયાદના આધારે પુત્રવધૂ અને વેવાઈ-વેવણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર ડી.બી. પિંજરે હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    NATO દેશોએ યુદ્ધમાં અમેરિકાનો સાથ આપ્યો:ઈરાને કહ્યું- તેમને જવાબદાર ઠેરવવામાં આવે; હોર્મુઝમાં જહાજ પર હુમલો, પુલને નુકસાન
    Next Article
    સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસે પોલીસની સાયકલ રેલી:નાગરિકોને નશાથી દૂર રહેવા જનજાગૃતિનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment