Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેલર સ્વિફ્ટના ટ્રેવિસ કેલ્સે સાથે સિક્રેટ લગ્ન!:મેડિસન સ્ક્વેર ગાર્ડનની આસપાસના રસ્તાઓ બંધ કરવાની પરવાનગી માંગી, મહેમાનોથી પણ સ્થળ ગુપ્ત રખાયું

    5 days ago

    પૉપ સ્ટાર ટેલર સ્વિફ્ટ ટૂંક સમયમાં જ તેના બોયફ્રેન્ડ ફૂટબોલ પ્લેયર ટ્રેવિસ કેલ્સે સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નને ખાનગી રાખવાના પ્રયાસો ચાલુ છે, જેના ભાગરૂપે પ્રી-વેડિંગ ઇવેન્ટમાં આવનારા મહેમાનોને પણ સ્થળની જાણકારી આપવામાં આવી રહી નથી. લગ્નની તારીખ પર પણ સસ્પેન્સ યથાવત છે. કપલની ટીમે મેડિસન સ્ક્વેર ગાર્ડન આસપાસના રસ્તાઓ બંધ કરવાની પરવાનગી માંગી છે. રિપોર્ટ્સ અનુસાર, કપલના લગ્ન 3-5 જુલાઈની આસપાસ થઈ શકે છે, જેમાં હજારથી વધુ મહેમાનો હાજર રહી શકે છે. રિપોર્ટ અનુસાર, ટેલર 4 જુલાઈના રોજ યોજાનારી એક ખાસ વીકએન્ડ ઇવેન્ટ માટે લોકોને આમંત્રણ મોકલી રહી છે. માનવામાં આવે છે કે આ દરમિયાન તે પોતાના લગ્નની જાહેરાત કરી શકે છે. આ પ્રી-વેડિંગ ઇવેન્ટમાં લગભગ 100 મહેમાનો હાજર રહેશે. એન્ટરટેઇનમેન્ટ ટુનાઇટ સાથેની વાતચીતમાં ફૂટબોલર જ્યોર્જ કિટલે જણાવ્યું છે કે તેને પણ આ ઇવેન્ટનું આમંત્રણ મળ્યું છે, જોકે કોઈ પણ મહેમાનને સ્થળની જાણકારી આપવામાં આવી રહી નથી. જ્યોર્જે આગળ કહ્યું, "અમને કંઈ ખબર નથી. મને બસ એટલું જ ખબર છે કે હું વાદળી રંગનો સૂટ પહેરવાનો છું. મેં ગઈકાલે રાત્રે ટ્રેવિસને પણ પૂછ્યું હતું, પરંતુ તે મારી વાત પર હસવા લાગ્યો. મને તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોઈ રનવે પર એક મોટો પ્રાઇવેટ જેટ અમારી રાહ જોઈ રહ્યો હશે અને પછી અમને વિમાનથી કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવશે." લગ્ન સમારોહ 3 જુલાઈથી શરૂ થઈને 4 જુલાઈ સુધી ચાલી શકે છે. આ દરમિયાન મેડિસન સ્ક્વેર ગાર્ડન આસપાસના રસ્તાઓ બંધ કરવાની પરવાનગી પણ માંગવામાં આવી છે. સમારોહમાં લગભગ 1,000 મહેમાનો હાજર રહેવાની સંભાવના છે, જોકે તેમાંથી બધા લગ્નમાં હાજર નહીં હોય. હાલમાં ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સે તરફથી લગ્નને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 3 વર્ષથી ફૂટબોલરને ડેટ કરી રહી છે ટેલર સ્વિફ્ટ છેલ્લા 3 વર્ષથી ટ્રેવિસને ડેટ કરી રહી છે. બંનેની પહેલી મુલાકાત 2023માં ટેલર સ્વિફ્ટના એરાઝ ટૂર દરમિયાન થઈ હતી. ટ્રેવિસ આ કોન્સર્ટનો ભાગ બન્યો હતો. ન્યૂ હાઈટ્સ પોડકાસ્ટમાં ટ્રેવિસે જણાવ્યું હતું કે પહેલા કોન્સર્ટમાં બંનેની વાત થઈ ન હતી, જેનાથી તેને નિરાશા થઈ હતી. તે ટેલર માટે એક ખાસ બ્રેસલેટ પણ લઈને પહોંચ્યો હતો, પરંતુ તે આપી શક્યો ન હતો. જોકે, બાદમાં બંનેની મિત્રતા થઈ અને પછી બંને રિલેશનશિપમાં આવી ગયા. ટેલર સ્વિફ્ટને ટ્રેવિસે આપી 4.5 કરોડની રિંગ ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસે ઓગસ્ટ 2025માં સગાઈ કરી છે. સિંગરે સોશિયલ મીડિયા પર સગાઈની તસવીરો શેર કરીને તેની સત્તાવાર જાહેરાત કરી હતી. જુઓ ટેલર સ્વિફ્ટની સગાઈની તસવીરો- ટેલર સ્વિફ્ટે તેની ડાયમંડ રિંગની તસવીરો પણ પોસ્ટ કરી હતી. ધ હોલીવુડ રિપોર્ટરના ડાયમંડ એક્સપર્ટના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે આ એન્ગેજમેન્ટ રિંગ 8-10 કેરેટની છે. જ્યારે જ્વેલરી ઇન્ફ્લુએન્સર જુલિયા શાફના મતે, કુશન કટ ડાયમંડ રિંગની કિંમત લગભગ અઢી લાખ ડોલર એટલે કે લગભગ 2 કરોડ 19 લાખ 23 હજાર છે. જ્યારે આખી વીંટીની કિંમત 5 લાખ ડોલર એટલે કે 4 કરોડ 38 લાખ 48 હજારની આસપાસ છે.
    Click here to Read More
    Previous Article
    સાઉદી અરબમાં ભારતીયો પણ ખરીદી શકશે પોતાનું ઘર:ઓઇલ ઇકોનોમી પર નિર્ભરતા ઘટાડવાનો મોટો નિર્ણય; 24 લાખ પ્રવાસીઓને સીધો ફાયદો
    Next Article
    રામ મંદિરમાં ચોરી - ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું રાજીનામું:સંજય રાઉતે પૂછ્યું- ઉદ્ધવે દાનમાં આપેલી ચાંદીની ઈંટ ક્યાં ગઈ; 8 આરોપીઓની ધરપકડ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment