Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં યુવતીની આત્મહત્યાનો મામલો:બિભત્સ ફોટા વાયરલ કરી યુવતીને મરવા મજબૂર કરનાર ફરાર દંપતી પાટણથી ઝડપાયું

    4 days ago

    બનાસકાંઠા જિલ્લામાં યુવતીના બિભત્સ ફોટા વાયરલ કરી તેને માનસિક રીતે હેરાનગતિ પહોંચાડવાના અને અંતે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા દંપતીને બનાસકાંઠા એલસીબીએ પાટણમાંથી ઝડપી પાડ્યું છે. યુવતીએ માનસિક આઘાતના કારણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ન્હાતી વખતે વીડિયો કોલ કરાવી તેના બિભત્સ ફોટા મેળવી લીધા પોલીસ તપાસ મુજબ, આરોપી મહેશજી ઉર્ફે વેજુ ખેમાજી ઠાકોરે 4 જૂન, 2026ના રોજ યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેને ન્હાતી વખતે વીડિયો કોલ કરાવી તેના બિભત્સ ફોટા મેળવી લીધા હતા. ત્યારબાદ આરોપીએ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી યુવતીને બદનામ કરી હતી. આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 77, 351(3) તેમજ આઈટી એક્ટની કલમ 66E અને 67A હેઠળ ગુનો નોંધાયો હતો. ફોટા વાયરલ થતાં યુવતીએ આપઘાત કર્યો ફોટા વાયરલ થતાં યુવતી ભારે માનસિક આઘાતમાં આવી ગઈ હતી અને 16 જૂન, 2026ના રોજ પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાને પગલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 54 હેઠળ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરાર દંપત્તિની પાટણમાંથી ધરપકડ આ ગંભીર ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે બનાસકાંઠા પોલીસની ટીમોએ હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે પાટણમાં દરોડો પાડી ડીસાના ઓગડ વાસમાં રહેતા મુખ્ય આરોપી મહેશજી ઉર્ફે વેજુ ખેમાજી ઠાકોર તેમજ તેને મદદ કરનાર તેની પત્ની રીંકુબેન મહેશજી ઠાકોરની ધરપકડ કરી હતી. પકડાયેલા બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં થલતેજ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન:DCP શિવમ વર્માના હસ્તે લોકાર્પણ, સમાજ અને જાહેર સેવા ક્ષેત્રે યોગદાન આપનારને સન્માનિત કરાયા
    Next Article
    UP Man Leans Over To Get Ice Cream From Vendor, Falls From Balcony

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment