Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાફરાબાદના બાબરકોટ નજીક સિંહના મોતનો મામલો:પીએમ રિપોર્ટમાં હડકવાના કારણે મોત થયું હોવાનું ખૂલ્યું, બાઈકચાલક પર કર્યો હતો હુમલો

    13 hours ago

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા બાબરકોટ ગામ નજીક 3 દિવસ પહેલા 21 જૂને એક સિંહનું શંકાસ્પદ થયું હતું. આ સિંહે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન વનવિભાગ સિંહનું રેસ્ક્યૂ કરે એ પહેલા જ ત્રણેક વાર આંચકી બાદ સિંહનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. વનવિભાગની તપાસ અને પીએમ રિપોર્ટમાં આ સિંહનું મોત હડકવાથી થયું હોવાનું સામે આવ્યું છે. સેમ્પલ સાસણ મોકલવામાં આવ્યા હતા 21 જૂને બાબરકોટ રોડ પર આવેલી જાફરાબાદ રેન્જ વનવિભાગની કચેરી નજીક સિંહે અચાનક અસામાન્ય વર્તન શરૂ કર્યું હતું. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પાછળ દોડીને હુમલાના પ્રયાસો કરતાં લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. વનવિભાગની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચે તે પહેલાં જ સિંહને બે-ત્રણ વખત જોરદાર આંચકી આવી હતી અને થોડા જ સમયમાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તેના અસામાન્ય વર્તનને ધ્યાનમાં રાખીને સેમ્પલ સાસણ મોકલવામાં આવ્યા હતા, જેમાં હડકવાની પુષ્ટિ થઈ છે. બાઈકચાલક અને રિક્ષાને બનાવ્યા નિશાન મળતી માહિતી મુજબ, વનવિભાગની કચેરી પાસેથી પસાર થઈ રહેલા વિનુભાઈ બારૈયા નામના બાઈકચાલક પર સિંહે સૌપ્રથમ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાથી બાઈકચાલક નીચે પટકાયા હતા અને તેમને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. ત્યારબાદ સિંહે ત્યાંથી પસાર થતી એક રિક્ષાને પણ નિશાન બનાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જોકે, રિક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો. વનવિભાગે સિંહના નખ ન વાગ્યાનો દાવો કર્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિએ તકેદારીના ભાગરૂપે હડકવાના ઇન્જેક્શન પણ લીધા હતા. સિંહે વનવિભાગની ટીમ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જની વનવિભાગની ટીમ પશુચિકિત્સકો સાથે સ્થળ પર પહોંચી હતી. પરંતુ સિંહે વનવિભાગના કર્મચારીઓ તરફ પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે થોડા સમય માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. આંચકી આવ્યા બાદ સ્થળ પર જ મોત રસ્તા પર હાહાકાર મચાવ્યા બાદ સિંહને અચાનક બે થી ત્રણ વખત જોરદાર આંચકી આવી હતી અને તે જમીન પર ઢળી પડ્યો હતો. વનવિભાગની ટીમ તેને કાબૂમાં લે તે પહેલાં જ સિંહનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ અને અન્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ત્રીજી વખત આવી ઘટના સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જાફરાબાદ પંથકમાં હડકવાના લક્ષણો ધરાવતા સિંહની આ ત્રીજી ઘટના છે. એક વર્ષ અગાઉ મીતીયાળા ગામ નજીક એક સિંહે અસામાન્ય વર્તન સાથે વનકર્મચારી પર હુમલો કર્યો હતો અને બાદમાં તેનું મોત થયું હતું. જ્યારે બે વર્ષ પહેલા બાબરકોટ નજીક આવેલી ખાનગી કંપની પાસે પણ એક સિંહે ત્રણ વાહનચાલકોને નિશાન બનાવ્યા બાદ મૃત્યુ પામ્યું હતું. સતત ત્રીજી વખત આવી ઘટના સામે આવતા વનવિભાગે સતર્કતા વધારી છે અને લોકો તેમજ વાહનચાલકોને જંગલ વિસ્તાર પાસે ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    ભૂતેડી પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો:વિદ્યાર્થીઓને કીટ અપાઈ, ઓરડા માટે રૂ. 1 લાખનું દાન મળ્યું
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:AMCમાં નવી કમિટીઓ જાહેર, સ્થાન ન મળતા કોંગ્રેસમાં રોષ, AMTSએ ઉડાવતા યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment