Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સણોસરી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ, નવા વિદ્યાર્થીઓનું સ્વાગત:મહાનુભાવોની હાજરીમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

    19 hours ago

    સણોસરી ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, ફૂલહાર અને મીઠાઈથી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવો, ગ્રામજનો, વાલીઓ અને શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને શૈક્ષણિક કીટ સહિતની જરૂરી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વક્તાઓએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત અને સંસ્કાર સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં શાળા પ્રવેશોત્સવમાં SP જાડેજા ઉપસ્થિત રહ્યા:ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, કિટ-ચોકલેટનું વિતરણ કરાયું
    Next Article
    Vaibhav Sooryavanshi Would Say 'His Head Was Hurting': A Never-Heard-Before Tale On Star's Meteoric Rise

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment