Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મહિલાઓ માટે પાંચ દિવસીય વૃત્તીકા તાલીમ કેમ્પ શરૂ:ફળ-શાકભાજી મૂલ્યવર્ધન અને સ્વરોજગાર માટે પ્રાયોગિક તાલીમ અપાઈ

    4 दिन पहले

    મોરબીમાં મહિલાઓને સ્વરોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પાંચ દિવસીય 'મહિલા વૃત્તીકા તાલીમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમમાં બહેનોને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન અને ફળ-શાકભાજીના પરિરક્ષણની આધુનિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. તાલીમ દરમિયાન ગુલકંદ, કરમદાનો સ્કવોશ, કરમદાનું અથાણું, પપૈયાની ટુટીફૂટી અને લીંબુનું અથાણું જેવી વિવિધ બનાવટો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત, ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા, સ્વચ્છતા, વૈજ્ઞાનિક સંગ્રહ પદ્ધતિઓ અને બજારલક્ષી પેકિંગ અંગે પણ તજજ્ઞો દ્વારા ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહિલાઓ ઘરઆંગણે લઘુઉદ્યોગ શરૂ કરીને વધારાની આવક મેળવી શકે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને તેનો મહત્તમ લાભ લેવા મહિલાઓને પ્રોત્સાહિત કરાઈ હતી. નાયબ બાગાયત નિયામક કચેરીની યાદી અનુસાર, ફળ-શાકભાજીના પરિરક્ષણ આધારિત ઉદ્યોગો દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સરકારના 18 અધિકારીઓને IASમાં બઢતી:આર.એન. કુચારા અને આર.પી પટેલ સહિતના અધિકારીઓની પસંદગી, હાલ તમામ પ્રોબેશન પર નિયુક્ત; જુઓ લિસ્ટ
    Next Article
    Bangladeshi Man Without Valid Documents Arrested In Kerala

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment