Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકામા વિવિધ સમિતિઓના ચેરમેનોએ પદભાર સંભાળ્યો:કારોબારી સહિતના નવનિયુક્ત ચેરમેનોએ કામગીરી શરૂ કરી, સમર્થકોએ શુભેચ્છાઓ પાઠવી

    1 day ago

    પાટણ નગરપાલિકાની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનોએ સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પાલિકા કચેરી ખાતે આયોજિત પદભાર ગ્રહણ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તમામ ચેરમેનોને શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળનારા ચેરમેનોમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે પટેલ નીલમભાઇ ભાયચદભાઇ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મોદી અમિષાબેન સંજયભાઇ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે પટેલ ડીમ્પલબેન સંદીપકુમાર અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન તરીકે મોદી ગૌરવભાઇ કનૈયાલાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાહન વ્યવહાર સમિતિના ચેરમેન તરીકે ત્રિવેદી માનસીબેન અમરીશભાઇ, ભૂગર્ભ સમિતિના ચેરમેન તરીકે ઠાકોર રેણુકાબેન દિગ્વિજયસિંહ, સ્ટ્રીટ લાઇટ સમિતિના ચેરમેન તરીકે બારોટ વિજયાબેન ધરમેન્દ્રભાઈ અને સ્વચ્છતા સમિતિના ચેરમેન તરીકે પ્રજાપતિ ચેતનાબેન કમલેશભાઇએ પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. લીગલ જન્મ મરણ સમિતિના ચેરમેન તરીકે સોલંકી જયેશકુમાર ગંગારામભાઇ, હિસાબી સમિતિના ચેરમેન તરીકે મોદી ભૂમિકાબેન નીકુલભાઇ અને બાગ-બગીચા સમિતિના ચેરમેન તરીકે પરમાર સાધનાબેન કમલેશભાઇએ પદભાર ગ્રહણ કર્યો છે. સમાજ સંગઠક સમિતિના ચેરમેન તરીકે પટેલ છાયાબેન સતીશભાઇ, સ્ટોર પરચેઝ સમિતિના ચેરમેન તરીકે ભીલ રાજેશભાઇ જયંતીલાલ અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે સોલંકી મીનાબેન હર્ષદભાઇએ પણ પોતાની સમિતિના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે વિવિધ આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચેરમેનોને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોડાસા સર્વોદય હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પુસ્તકો આપી પ્રોત્સાહિત કરાયા
    Next Article
    મોરબી જેલમાં ફરી બે મોબાઈલ મળ્યા:ડી.આઈ.જી.ની રેડમાં મંદિર અને બેરેકના વાયરિંગમાંથી કીપેડ ફોન જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment