Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોહીથી રંગાશે મિર્ઝાપુરની ધરતી!:'ગાદી'નો નહીં 'એમ્પાયર' ખેલ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન; ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ

    8 hours ago

    OTT પ્લેટફોર્મ પર તમામ રેકોર્ડ તોડનારી સુપરહિટ વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ક્રેઝ સાતમા આસમાને પહોંચી ગયો છે. મિર્ઝાપુરની ગાદી, સત્તા અને લોહીયાળ દુશ્મનીનો નશો ફરી એકવાર દર્શકોના દિલ-દિમાગ પર છવાઈ જવાનો છે. મેકર્સે ટીઝર રિલીઝના એક દિવસ પહેલા તમામ કલાકારોના કેરેક્ટર પોસ્ટર્સ શેર કર્યા હતા, જેમાં કેપ્શન લખ્યું હતું- "ગદી હૈં તો હમ હૈં!" ફિલ્મનું ટીઝર કેવું છે? પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ ભયાનક અવતારમાં દેખાય છે. મિર્ઝાપુરની ગાદી માટે ત્રણેય વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ટીઝરમાં અલી ફઝલ અને દિવ્યેન્દુ પ્રભાવશાળી એક્શન સિક્વન્સ કરતા જોવા મળે છે. જીતેન્દ્ર કુમાર બનશે 'બબ્લુ પંડિત' અને રવિ કિશનની ધમાકેદાર એન્ટ્રી આ ફિલ્મમાં દર્શકોને મોટી સરપ્રાઈઝ આપવામાં આવી છે. 'પંચાયત' ફેમ જીતેન્દ્ર કુમાર આ ફિલ્મમાં 'બબ્લુ પંડિત' ના આઇકોનિક રોલમાં જોવા મળશે. આ સિવાય ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની પણ આ યુનિવર્સમાં એન્ટ્રી થઈ છે, જે કહાનીમાં એક નવો વળાંક લાવશે. પૂર્વાંચલની ગલીઓથી લઈને રાજસ્થાનના રણ સુધી ફેલાયેલી આ વાર્તા પહેલા કરતા પણ વધુ ભયાનક અને લાર્જર-ધેન-લાઈફ હોવાની ખાતરી આપે છે. અબજોપતિ માફિયા કાલીન ભૈયાની કહાની ફિલ્મની સ્ટોરી પૂર્વાંચલના એવા અંધકારમય સામ્રાજ્યની છે જ્યાં કોઈ કાયદો ચાલતો નથી. અહીં માત્ર અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફે ‘કાલીન ભૈયા’નું રાજ ચાલે છે. આ મૂવી વર્ઝન વર્ષ 2018માં શરૂ થયેલા સીઝન 1ના સમયગાળા સાથે જોડાયેલું રહેશે, પરંતુ તેમાં એક તદ્દન નવો અને અત્યાર સુધી ન સાંભળેલો અધ્યાય મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં આ કલાકારો ઉપરાંત અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ અને શ્વેતા ત્રિપાઠી જેવા દિગ્ગજ કલાકારોની લાંબી ફોજ જોવા મળશે. ક્યારે રિલીઝ થશે ફિલ્મ? એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે, જ્યારે તેના પ્રોડ્યુસર રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર છે. 'મિર્ઝાપુર: ધ મૂવી' હિન્દી અને તેલુગુ ભાષામાં આગામી 4 સપ્ટેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. દર્શકો હવે થિયેટરોમાં કાલીન ભૈયાનો ખોફ જોવા આતુર બન્યા છે. જુઓ સંપૂર્ણ ટીઝર:-
    Click here to Read More
    Previous Article
    ‘They’re playing with faith’: Complainant claims Ram Temple SIT is an eyewash
    Next Article
    રામ મંદિરને દાનમાં આપેલી 200 કિલો ચાંદી ગાયબ:સિંધી સમાજે ચંપત રાયને ચાંદીની શિલાઓ આપી હતી, પાંચ વર્ષ પછી પણ રસીદ નથી મળી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment