Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાન બોલ્યું- ઈસ્લામાબાદ સમજૂતી અમેરિકાની હાર; એર ઈન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશ્યું; વૈભવ સૂર્યવંશી માટે અલગ ચેન્જિંગ રૂમ હશે

    21 hours ago

    નમસ્તે, ઈરાને ઈસ્લામાબાદ સમજૂતીને અમેરિકાની હાર ગણાવી છે. બીજી તરફ, એર ઈન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન એરસ્પેસમાં પ્રવેશ્યું હતું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ વૈભવ સૂર્યવંશીના ચેન્જિંગ રૂમને લઈને આવેલા સમાચાર વિશે જણાવીશું.... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પેપર લીક વિરુદ્ધ કોંગ્રેસ દેશવ્યાપી 'છાત્રોની ગુંજ' નામથી આંદોલન કરશે. 2. અમિત શાહ પર ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી પર દાખલ થયેલા માનહાનિ કેસમાં ઉત્તર પ્રદેશની સુલતાનપુર કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે કહ્યું- ઈરાને પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિનું સન્માન કર્યું:ઈરાને કહ્યું- ઈસ્લામાબાદ કરાર અમેરિકાની હાર, અમે અમારી શરતો પર ડીલ કરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ઘણા દાયકાઓમાં પહેલીવાર ઈરાન અમેરિકા અને તેના રાષ્ટ્રપતિને આટલું સન્માન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન આ સમયે નબળી સ્થિતિમાં છે અને સમજૂતી માટે લગભગ દરેક શરત માનવા તૈયાર છે. બીજી તરફ, ઈરાનના સંસદ અધ્યક્ષ બાઘેર ગાલિબાફે કહ્યું કે અમેરિકા સાથે થયેલું ‘ઈસ્લામાબાદ સમજૂતી’ આખરે અમેરિકાની હાર બની ચૂક્યું છે. અઝરબૈજાનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો કે આ સમજૂતી કોઈ દબાણ કે મજબૂરીનું પરિણામ નહોતું, પરંતુ અમે તેને અમારી શરતો પર માન્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. એર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસ્યું:દિલ્હીથી અમૃતસર માટે ઉડાન ભરી, ટેકનિકલ ખામીને કારણે રસ્તો ભટકી ગયું, PAKએ ચેતવણી આપીને પાછું મોકલ્યું એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ. તેને પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપીને પાછી મોકલી. વિમાને દિલ્હીથી ઉડાન ભરી હતી અને તેને અમૃતસરમાં લેન્ડ થવાનું હતું. પાકિસ્તાનના એરસ્પેસમાંથી જ્યારે ફ્લાઇટ પાછી ફરી, ત્યાં સુધીમાં અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી ગયો હતો, આથી તેને પાછી દિલ્હી મોકલી દેવામાં આવી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે આ ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 15 વર્ષના વૈભવ માટે ઇંગ્લેન્ડમાં અલગ ચેન્જિંગ રૂમ-વોશરૂમ: યૌન શોષણ કાંડ બાદ બન્યા કડક નિયમો, જાણો નાના ખેલાડીઓ માટે ICCની સેફગાર્ડિંગ પોલિસી 15 વર્ષના વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસે ટીમના બાકીના ખેલાડીઓથી અલગ ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરશે. સૂર્યવંશી માટે આ નિર્ણય ICC અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ની અંડર-16 ખેલાડીઓ સંબંધિત સેફગાર્ડિંગ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. જોકે સૂર્યવંશી મેચો દરમિયાન ભારતીય ખેલાડીઓ સાથે રહી શકશે અને ટીમ મીટિંગ્સનો પણ ભાગ હશે. તેને કપડાં બદલવા માટે અલગ ચેન્જિંગ રૂમ અને વોશરૂમનો ઉપયોગ કરવો પડશે. ICCએ આ નિયમ 2019માં લાગુ કર્યો હતો. ભારત-આયર્લેન્ડ T20 સિરીઝ 26 જૂનથી શરૂ થવાની છે. આ પછી 1 જુલાઈથી ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં 5 T-20 અને 3 વનડે મેચ રમશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. રામમંદિર ચોરી કેસ- SIT રિપોર્ટમાં 17 આરોપી:ચંપત રાયે ગઈકાલે ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાષણ આપ્યું; ટિન્નુ પાસેથી દાનપેટીઓની ચાવીઓ મળી અયોધ્યા રામ મંદિરમાં ચઢાવા ચોરીના કેસમાં આરોપોથી ઘેરાયેલા ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય મંગળવારે સાંજે શેષાવતાર મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજર રહ્યા. આ મંદિર શ્રીરામ જન્મભૂમિ પર બનેલું છે. ચંપત રાયે કાર્યક્રમનું સંચાલન કર્યું, જોકે ચઢાવા ચોરી પર કોઈ નિવેદન આપ્યું નહીં. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તપાસ રિપોર્ટમાં ચંપત રાય, ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા અને નિર્માણ પ્રભારી ગોપાલ રાવ સહિત 17 લોકોને આરોપી ગણાવ્યા છે. તેમની વિરુદ્ધ FIR થવી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. તપાસ દરમિયાન SIT ટીમને દાનપેટીઓની ચાવીઓ રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ પાસેથી મળી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચોમાસું મધ્યપ્રદેશ પહોંચ્યું, 9 દિવસ મોડી એન્ટ્રી:4 દિવસમાં આખું રાજ્ય આવરી લેશે; મુંબઈમાં ધોધમાર વરસાદથી વૃક્ષો ધરાશાયી મધ્યપ્રદેશ-ગુજરાતમાં બુધવારે 9 દિવસના વિલંબથી ચોમાસાનું આગમન થયું. બંને રાજ્યોમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 15 જૂન હોય છે. હવામાન વિભાગ મુજબ, ચોમાસું આગામી 4 દિવસમાં સમગ્ર મધ્યપ્રદેશને આવરી શકે છે. આ સાથે ચોમાસાએ હવે દેશના 22 રાજ્યોને આવરી લીધા છે. 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. મંગળવારે મુંબઈમાં 13 દિવસના વિલંબથી ચોમાસાનું આગમન થયું હતું. ત્યારથી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. મંગળવારે સવારે 8 વાગ્યાથી બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં મલવણી ફાયર સ્ટેશનમાં 334mm અને એફ/સાઉથ વોર્ડમાં 328mm વરસાદ નોંધાયો. 27 વિસ્તારોમાં 200mm થી 300mm વચ્ચે વરસાદ થયો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 2-3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે:સૌરાષ્ટ-દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 6 વર્ષમાં બીજી વાર ચોમાસું અઠવાડીયું લેટ હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી જાહેર કરી છે. જેમાં આજે 24 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે, અને 2-3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે. જ્યારે આજે 24 જૂને સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જૂનના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધીને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ બનેલી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ટ્રાફિકમાં ફસાતા નીતિન પટેલ તપી ગયા:'મોદી સાહેબ બૂમો પાડે છે, પેટ્રોલ-ડીઝલ બચાવો, આ રીતે બચાવવાનું?', પોલીસને ઝાટકતા કહ્યું 'તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી' અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનના ચાલી રહેલા કામકાજને કારણે આજે 24 જૂને હાઈવે માર્ગ પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. આ ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી. ટ્રાફિકની આ અવ્યવસ્થા અને રસ્તા પર પોલીસની ગેરહાજરી જોઈને ભારે અકળાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સીધા કલોલ DySP કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર પોલીસ સ્ટાફનો ઉધડો લીધો હતો. એટલું જ નહીં પોલીસનો ઉધડો લેતા બોલ્યા હતા કે, મોદી સાહેબ બૂમો પાડે છે પેટ્રોલ-ડીઝલ બચાવો શું આ રીતે બચાવે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટ્યો, 4 લોકોનાં મોત:15 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા, 20નું રેસ્ક્યુ; બે ICUમાં દાખલ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી યુદ્ધનાં ભણકારા, પાણી માટે તરફડિયા મારતું PAK:આર્મી ચીફ આસિમ મુનીર યુદ્ધનું કાવતરું ઘડવામાં લાગ્યા, LoC પર 35 ડ્રોન યુનિટ તૈનાત કર્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઇથેનોલથી ફ્યુઅલમાં કીડીઓ થવાનો વીડિયો ફેક:પેટ્રોલમાં શેરડીનો રસ મિક્સ કરવાની વાત ખોટી; સરકારે કહ્યું- એન્જિન ખરાબ થવાનો કોઈ રિપોર્ટ નથી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ફ્રાન્સમાં ગરમીથી 58 લોકોનાં મોત:ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ કરવો પડ્યો; હીટવેવની ઝપેટમાં 26 યુરોપિયન દેશો, ઇટાલી-બ્રિટનમાં રેડ એલર્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોના-ચાંદીના ભાવ તૂટ્યાં:ચાંદી 2 દિવસમાં 11 હજાર સસ્તી થઈ, સોનું આ મહિને 12,573 રૂપિયા સસ્તું થયું; જુઓ, તમારા શહેરનો લેટેસ્ટ ભાવ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ICC રેન્કિંગમાં 'કિંગ'નું સ્થાન 'પ્રિન્સે' લીધું!:36 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, ઈશાન કિશને 21 પોઈન્ટની મોટી છલાંગ લગાવી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : આજે નિર્જળા એકાદશી:માન્યતાઓ: પાણી પીધા વિના વ્રત કરવાથી વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળે છે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ દુનિયામાં સૌથી વધુ જોરથી ચીસો પાડવાનો વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના 58 વર્ષીય જોસેફ મેકગ્રેલ-બેટઅપે સૌથી વધુ જોરથી ચીસો પાડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમનો અવાજ 122.4 ડેસિબલ માપવામાં આવ્યો હતો, જે ઉડતા જેટ વિમાનના અવાજ બરાબર માનવામાં આવે છે. આ રેકોર્ડ બનાવવા માટે જોસેફને 7 વખત પ્રયાસ કરવો પડ્યો હતો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: સિયાએ લગ્ન કરવાની ના પાડવાને બદલે સીધી મંગેતરની હત્યા કેમ કરી? કેતન સાથેની રોમેન્ટિક પોસ્ટ મૂકી, ચાર કડીઓથી ઉકેલાઈ મર્ડર મિસ્ટ્રી 2. પોલીસે બોલાવીને કહ્યું- તમારો લાડકવાયો હવે આ દુનિયામાં નથી: નદીના પટમાં રહી ગયેલા માથાએ હત્યારાનો પાપનો ઘડો ફોડ્યો, આરોપી બોલતો રહ્યો ને ક્રાઇમ બ્રાન્ચ સાંભળતી રહી 3. પારકી પંચાત : રિલ્સના રાજાઓને પોલીસ સીધા કરશે: મેયર મેડમની ગોખણપટ્ટી પકડાઈ ગઈ, દિલ્હીમાં ગેનીબેને ભાજપના ધારાસભ્યના વખાણ કર્યા 4. Editor’s View: બાંગ્લાદેશ-ચીની ભાઈ-ભાઈ, ભારત એલર્ટ: તીસ્તા નદી પર ચીનનો ડોળો ને ભારતના 7 રાજ્યો જોખમમાં; યુદ્ધના 3 હજાર કલાક પછી ખામેનીની દફનવિધિ, મોદી ઈરાન જશે? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:મિથુન રાશિના જાતકો માટે લાભના નવા માર્ગો ખુલશે, કર્ક-મકર રાશિ લોકોને ભીમ અગિયારસ ફળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Every Indian is a VIP, says Vice-President C P Radhakrishnan
    Next Article
    Zelensky Is "Courageous", Doing "Pretty Well" Against Russia: Trump

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment