Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાને શોધવા મહિલા કોન્સ્ટેબલ મોટી બહેન બની:મણિનગરમાં રહેતી સગીરાને યુવક ભગાડી હરિદ્વાર લઈ ગયો, પોલીસ શોધી ન શકે માટે ઝૂંપડીમાં રહેતા

    1 day ago

    અમદાવાદમાં રહેતી સગીરાને યુવક ભગાડી ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે લઈ ગયો હતો. પોલીસે સગીરાને શોધવા માટે મહિલા કોન્સ્ટેબલને તેની મોટી બહેન બનાવી શોધવાના બહાને અલગ અલગ જગ્યાએ મોકલી પૂછપરછ કરી હતી. છેવટે ત્રણ દિવસની મહેનત બાદ પોલીસને સગીરા અને યુવક હરિદ્વારના વાલ્મિકી વાસની ઝૂંપડીમાં હોવાની જાણકારી મળી અને બંનેને અમદાવાદ પરત લાવ્યા હતા. મણિનગર પોલીસે સગીરાને ભગાડી જનાર યુવકની ધરપકડ કરી છે. સગીર દીકરી ગુમ થતાં પરિવાર ચિંતામાં જે ડિવિઝન ACP એન. કે. વ્યાસે જણાવ્યું હતું કે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શારીરિક અક્ષમ દંપતીની સગીર દીકરી અચાનક ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા ફેલાઈ હતી. મણિનગર પોલીસે પરિવારનો તાત્કાલિક સંપર્ક કરી ગુનો નોંધી પીઆઇ જે.પી. જાડેજાએ એક પીએસઆઇ, મહિલા કોન્સ્ટેબલ સહિતની વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. આરોપી હોટલ કે ધર્મશાળામાં રોકાવાનું ટાળતો ટેકનિકલ એનાલિસિસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સગીરા પોતાના વતનના એક યુવક સાથે નીકળી ગઈ હતી. પોલીસને બંનેનું લોકેશન ઉત્તરાખંડના હરિદ્વારમાં મળી આવ્યું હતું. સગીરાને ભગાડી જનાર યુવકને પહેલાથી જ ખબર હતી કે, પોલીસ તેમને શોધવા માટે આવશે જેથી હોટલ કે ધર્મશાળામાં રોકાવાનું ટાળતો હતો. મહિલા કોન્સ્ટેબલે મકાન માલિકનો સંપર્ક કર્યો આરોપી મોબાઈલનો ઉપયોગ પણ ખૂબ જ મર્યાદિત કરતો હતો અને માત્ર ઓનલાઈન પેમેન્ટ માટે જ થોડા સેકન્ડ ફોન ચાલુ કરતો હતો. પોલીસની ટીમ હરિદ્વાર ખાતે પહોંચી હતી અને બંનેને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. બંને હરિદ્વારના વાલ્મિકી વાસ વિસ્તારમાં એક ઝૂંપડી ભાડે રાખીને રહેતા હતા. જેથી મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન સગીરાની મોટી બહેન બની મકાન માલિકનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપી હાર્દિક રાવલની ધરપકડ કરી નાની બહેનને એકવાર મળવા માંગે છે એમ કહી વિશ્વાસમાં લીધા બાદ પોલીસે ચોક્કસ લોકેશન મેળવી રાત્રિના સમયે સગીરા અને હાર્દિક રાવલ (રહે. જીવરાજ ફ્લેટ, ઇસનપુર)ને ઝડપી લીધા હતા. મણિનગર પોલીસની ટીમે આરોપી હાર્દિક રાવલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સગીરાને તેના દિવ્યાંગ માતા-પિતાને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Brazil vs Scotland, FIFA World Cup 2026 Live Score: Neymar starts on bench as BRA take on SCO, lineups announced
    Next Article
    4 am to 11 am: Accused changed his clothes, cleaned car, dropped passenger before arrest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment