Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વણિયાદ કોકાપુર પ્રા.શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો:મોડાસાની ત્રણ પ્રાથમિક શાળાઓમાં બાળકોનું દફતર કીટ આપી સ્વાગત

    8 hours ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વણીયાદ કોકાપુર જૂથ શાળા, ડેરાડુંગરી પ્રાથમિક શાળા અને વણીયાદ છાપરા પ્રાથમિક શાળામાં ઉજવાયો હતો. મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ખાંટ અને વણીયાદ કોકાપુર ક્લસ્ટરના CRC બિંદુબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને આ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કોકાપુર ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસભાઈ પટેલ, માજી સરપંચ કાન્તિભાઈ પરમાર, પૂર્વ મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ જલદીપભાઈ પટેલ, પૂર્વ સદસ્ય રમણસિંહ ખાંટ, SMC કમિટીના અધ્યક્ષ જ્યોતિબેન પટેલ, શિક્ષણવિદ ઈશ્વરભાઈ પંચાલ, SMC સભ્યો, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોને કુમકુમ તિલક કરીને કરવામાં આવી હતી. પ્રવેશોત્સવની રૂપરેખા મુજબ, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને દફતર કીટ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને લીલી ઝંડી આપીને નવીન ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, શાળાના ઉપશિક્ષક રીનાબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો, SMC સભ્યો, શાળાના આચાર્ય, ગ્રામજનો અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખામેનીના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ:4 જુલાઈથી સમારોહ શરૂ થશે; 2 કરોડ લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે
    Next Article
    वाहन हादसे में राजमिस्त्री ने खोया पैर, सुप्रीम कोर्ट ने दिया अहम फैसला, म‍िलेगा ₹40.29 लाख का मुआवजा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment