Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમુક મિત્રતા માટે તો ફિલ્મ જ બનવી જોઈએ!':વિરાજ, વિશાલ અને દીપ ત્રણ મિત્રોની કહાની, ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ; જુઓ ક્યારે રિલીઝ થશે

    1 day ago

    સોશિયલ મીડિયા સ્ટાર વિરાજ ઘેલાનીની આગામી ગુજરાતી ફિલ્મનો ‘ફર્સ્ટ લુક’ રિવીલ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ છે 'મિત્રતા - Friendshipની Love Story'. આ જાહેરાત સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી ગઈ છે. મેકર્સે આ ફર્સ્ટ લુક શેર કરવાની સાથે એક ખૂબ જ હૃદયસ્પર્શી લાઇન લખી છે, જે આજના યુવાવર્ગને સીધી કનેક્ટ કરે છે: "અમુક મિત્રતા ગ્રુપ ફોટો માટે હોય છે... અને અમુક મિત્રતા માટે તો ફિલ્મ જ બનવી જોઈએ.!!!" આ કેપ્શન પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મની સ્ટોરી ગાઢ મિત્રતા, લાગણીઓ અને કદાચ એ દોસ્તી કેવી રીતે પ્રેમમાં બદલાય છે તેની આસપાસ ફરે છે. આ ફિલ્મ દર્શકોને પોતાના કોલેજના દિવસો અને ખાસ મિત્રોની યાદ અપાવશે તે નક્કી છે. સ્ટાર કાસ્ટ અને ટીમ આ ફિલ્મમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ફેમસ કલાકારો એકસાથે જોવા મળશે. મલ્ટિ-ટેલેન્ટેડ વિરાજ ઘેલાની ઉપરાંત આ પ્રોજેક્ટમાં દીપ વૈદ્ય, વિશાલ પારેખ પણ જોડાયેલા છે. સોલસૂત્રા સ્ટુડિયોઝ, રૂપા એન્ટરટેઈનમેન્ટ અને ફિલ્મવાલે ઓફિશિયલના બેનર હેઠળ આ મોટો ફ્રેન્ડશિપ ડ્રામા તૈયાર થઈ રહ્યો છે. ક્યારે રિલીઝ થશે ફિલ્મ? જો તમે પણ આ ફ્રેન્ડશિપ ડ્રામા જોવા આતુર છો, તો ડાયરીમાં તારીખ નોંધી લેજો. 'મિત્રતા - Friendshipની Love Story' આગામી 25 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિરાજ ઘેલાનીની કોમેડી અને માનસી પારેખના શાનદાર એક્ટિંગની જુગલબંધી પડદા પર જોવા માટે ફેન્સ અત્યારથી જ ઉત્સાહિત છે.
    Click here to Read More
    Previous Article
    VK Pandian’s wife Sujata Karthikeyan likely to enter BJD, sparks debate over Naveen’s succession plans
    Next Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાને પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિનું સન્માન કર્યું:ઈરાને કહ્યું- ઈસ્લામાબાદ કરાર અમેરિકાની હાર, અમે અમારી શરતો પર ડીલ કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment