Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પિતા દારૂ પીવે તો સત્યાગ્રહ કરો, એમને પપ્પા ના કહો':અધિકારીએ જાહેરમાં કહ્યું- 'બોર્ડર પર બધા સવાર-સાંજ દારૂ પીવે છે, માવા ખાતા વાલીઓના બાળકો કુપોષિત થાય છે'

    9 hours ago

    નસવાડીના સેંગપુર ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વન વિભાગના IFS અધિકારી ડૉ. ગંગાશરણ સિંઘે બાળકોને મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે બાળકોને તેમના વાલીઓ દારૂ પીતા હોય તો 'સત્યાગ્રહ' કરવાની અને તેમને 'પપ્પા' ન કહેવાની અપીલ કરી હતી. ડૉ. સિંઘે બાળકોમાં જોવા મળતા કુપોષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે જે બાળકો કુપોષિત છે, તેમના વાલીઓ માવા ખાતા હશે અથવા દારૂ પીતા હશે. આ નિવેદનથી સ્થાનિક કક્ષાએ ખળભળાટ મચી ગયો છે. દારૂના વ્યસન સામે બાળકોને સતેજ કર્યા નસવાડી તાલુકાના સેંગપુર ખાતે પ્રવેશોત્સવમાં આવેલા વન વિભાગના IFS અધિકારી ડો.ગંગાશરણસિંઘે બાળકોમાં કુપોષણ જોવા મળી રહ્યું હોવાનું અનુમાન લગાવીને બાળકોને સત્યાગ્રહ કરવાની સલાહ આપી હતી. તેઓએ દારૂ પીવા બાબતે બાળકોને જણાવતા કહ્યું કે, ગાંધીજી સત્યાગ્રહ કરતા હતા. તમે પણ સત્યાગ્રહ કરો. એમને (દારૂ પીતા હોય તો પિતાને) પપ્પા કહેવાનું નહી. બાળકોને તે સુધારી નથી શકતા, એમનું સ્વાસ્થ્ય નથી જોઈ શકતા તો બાળકો એમને સુધારે. જ્યાર સુધી તમે છોડશો નહીં ત્યાં સુધી તમે મારા પપ્પા નહીં. અધિકારીએ કુપોષિત બાળકો મુદ્દે તર્ક લગાવ્યો ડો.ગંગાશરણ સિંઘે બાળકોને કુપોષણ મૂડી વધુમાં જણાવ્યું કે, જે કુપોષિત છે, તેમના પપ્પા જરૂર માવા ખાતા હશે અથવા દારૂ પીતા હશે.બોર્ડરનો વિસ્તાર છે, મને ખબર છે, આ વિસ્તારમાં દારૂ બહુ પીવાય છે. સવારમાં નાસતો કરીને નથી આવતા, સવાર સવારમાં દારૂ પીને ચાલે છે. જ્યારે સવારે નાસતો નહીં કરો તો ખાલી પેટમાં દારૂ જાય તો પેટના આંતરડા બળશે. કેટલા દારૂ પીવાવાળા સાથે કાંઈ ખાતા નથી. જાહેરમાં બાળકોને આવી સંવેદનશીલ બાબતે સલાહ આપનાર અધિકારીની ચર્ચા હાલ ઠેર ઠેર થઈ રહી છે. તેમના નિવેદનથી ફરી એકવાર દારૂબંધી અને તેના સામાજિક પ્રભાવ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વસઈ નજીક ચોકલેટના કારખાનામાં આગ:ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, મોટી જાનહાનિ ટળી
    Next Article
    Chaitar Vasava News | ચૈતર વસાવાને રાજપીપળા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડાયા | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment