Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની આજી નદીમાં પાવડા-તગારા લઈ ઉતર્યા કોંગી કોર્પોરેટર:કહ્યું- મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ નથી કરાવી શકતા, શહેરની શું કરાવશે?; સફાઈની જરૂરિયાત કોંગ્રેસમાં: મેયર

    4 days ago

    રાજકોટની જીવાદોરી સમાન આજી નદીની સફાઈ કરવામાં ન આવતા આજે(24 જૂન) કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પાવડા અને તગારા લઈને નદીના પટ્ટમાં ઉતર્યા હતા અને સફાઈ કરી હતી. મેયર ડૉ. નેહલ શુક્લ પોતાના વોર્ડ નં.7માં આવેલી આજી નદીની સફાઈ ન કરાવી શકતા હોય તો શહેરની સફાઈ કેવી રીતે કરાવી શકશે તેવો સવાલ વોર્ડ નં.15ના કોંગી નગરસેવક મકબૂલ દાઉદાણીએ ઉઠાવ્યો હતો. આ સાથે જ કટાક્ષ કર્યો કે મેયર જ્યારે જીતી ગયા ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે રામનાથ મહાદેવના મંદિરે ધ્વજા ચડાવી હતી. જોકે બાદમાં આ મંદિરની આસપાસ આજી નદીમાં ફેલાયેલી ગંદકી તેમને ન દેખાઈ ત્યારે ભવિષ્યમાં પણ જો તંત્ર નહીં જાગે તો JCB લઈને સફાઈ કરીશું. મેયર ડૉ. નેહલ શુક્લએ પણ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ કંઈક કરે છે તે સૌથી આનંદની વાત છે. સાફ-સફાઈની સૌથી વધુ જરૂરિયાત કોંગ્રેસ પક્ષમાં પોતાનામાં છે. ‘રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે’ કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું હતું કે, આજે અમે રામનાથ મંદિરે આવ્યા છીએ અને આ આજી નદી છે. અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે, પરંતુ કોઈ દિવસ સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે પાણી વધારે આવે છે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરમાં નુકસાન થયું હતું. રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સૂનની કામગીરીમાં ઝીરો છે. ‘મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ નથી કરાવી શકતા તો બીજા વોર્ડમાં શું કરાવશે?’ મેયર ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો કરે છે. આ એમનો જ વોર્ડ છે અને અહીં રામનાથ મહાદેવ બિરાજમાન છે. ગત વખતે પણ અહીં આજી નદીમાં સફાઈ કરવામાં આવી ન હતી. જેને કારણે નદીનું પાણી મંદિરમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. હજુ પણ સફાઈ નહીં કરાવે તો આ વર્ષે વધુ નુકસાન જશે. જેને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ ન કરાવી શકે તો બીજા વોર્ડમાં જઈને તેઓ શું કરી શકવાના? સાફ-સફાઈની સૌથી વધુ જરૂરિયાત કોંગ્રેસમાં છે: મેયર મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કંઈક કરે છે તે સૌથી આનંદની વાત છે. સાફ-સફાઈની સૌથી વધુ જરૂરિયાત કોંગ્રેસ પક્ષમાં પોતાનામાં છે. છતાં પણ આજી નદી કોંગ્રેસ સાફ કરતી હોય તો ખૂબ સારી વાત છે. નદી, નાળા, શહેર અને સફાઈ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આજે તમે સાફ કરો તો આવતીકાલે તેમાં કચરો આવવાનો જ છે. સફાઈમાં વાંધો કાઢવો એ ખૂબ જ સરળ અને સહજ છે. પરંતુ તેની વ્યવસ્થા કરવી એ એક ભગીરથ કાર્ય છે. ‘એક દિવસને પકડીને હાઈલાઈટ કરવું તે કોંગ્રેસની પ્રકૃતિ છે’ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા ઝૂંબેશ ચલાવી રહ્યા છે ત્યારે સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની છે જ. આજી નદીમાં ચોમાસુ આવશે તેમ ગંદકી તણાઈને આવતી હોય છે અને તેની સફાઈ થતી જ હોય છે. એક દિવસને પકડીને હાઈલાઈટ કરવું તે કોંગ્રેસની પ્રકૃતિ છે તેના વિશે કંઈ કહેવાની જરૂર નથી. લોકો સમજે જ છે. મહાનગરપાલિકાના દરેક ભાજપના કોર્પોરેટરો પ્રિમોન્સૂનની સામૂહિક કામગીરી કરી રહ્યા છે. સ્વચ્છતા માટે મહાનગરપાલિકાના લોકો જાગૃત છે. રાજકારણ જે કરતા હોય તે રાજકારણનો જવાબ આપશે, પરંતુ અત્યારે સ્વચ્છતાની વાત થઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા તે અંગે કાળજી લઈ રહી છે. રામનાથ મહાદેવ મંદિર માત્ર રાજકોટ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. જે ગંદુ બને તે ઇચ્છનીય ન હોય અને કોઈ ઈચ્છતું પણ ન હોય. જે અંગેની વિશેષ કાળજી લેવાઈ રહી છે અને તે અંગેની યોજના આકાર લેતા આગામી સમયમાં જોઈ શકશો. આવતીકાલે જનરલ બોર્ડ છે ત્યારે તેમાં મહાનગરપાલિકા દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે તે આપના ધ્યાન ઉપર આવશે.
    Click here to Read More
    Previous Article
    જસાધાર રેન્જમાં સિંહ-સિંહણની પજવણી;VIDEO:લાઈક્સ અને વ્યુઝ મેળવવાની ઘેલછામાં વનરાજની પ્રાઈવસીનો ભંગ કરતા યુવકો; વન્યજીવની સુરક્ષા સામે સવાલ
    Next Article
    Video: Mumbai Civic Body Worker Falls Into Manhole In Front Of Mayor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment