Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટિવા આપવા બાબતે પત્ની પર પતિનો છરીથી હુમલો:લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ, વસાઈ પોલીસ મથકે પતિ, સાસુ સામે ફરિયાદ

    1 day ago

    વિજાપુર તાલુકાના બખલ ગામે એક્ટિવા વાહન અન્ય વ્યક્તિને ચલાવવા આપવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં પતિ અને સાસુએ ભેગા મળી પરિણીતાને ગડદાપાટુનો માર મારી માથાના ભાગે છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. લોહીલુહાણ હાલતમાં પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેના માથામાં 8 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વસાઈ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પતિએ અન્ય કોઈને એક્ટિવા આપતા પત્નીએ પૂછપરછ કરી બખલ ગામના બ્રાહ્મણવાસમાં રહેતા અને પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રીતાબેન બારડ (ઉં.વ. 45)ના પતિ પ્રદીપજી ગઈકાલે તેમનું એક્ટિવા લઈને ગામમાં ગયા હતા. દરમિયાન આ એક્ટિવા ગામનો અન્ય કોઈ વ્યક્તિ ચલાવતો હોવાનું રીતાબેનની નજરે પડતા, તેમણે અંબાજી માતાના મંદિરના ચોકમાં બેઠેલા પોતાના પતિને આ બાબતે પૂછપરછ કરી હતી. જે તે સમયે પતિએ તેમને ઘરે જવા કહી દીધું હતું. ઉગ્ર બોલાચાલી બાદ પતિએ માર માર્યો ત્યારબાદ પતિ ઘરે આવી રીતાબેન સાથે ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા હતા. રીતાબેને બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ તેમને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમયે ઘરમાં હાજર સાસુ નવુબા પણ દીકરાના પક્ષે આવી બોલાચાલી કરવા લાગ્યા હતા. દરમિયાન પતિ પ્રદીપજીએ ઘરમાંથી છરી લાવી રીતાબેનના માથામાં ડાબી બાજુ કાનની ઉપરના ભાગે મારી દીધી હતી અને બિભત્સ ગાળો બોલી બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો દોડી આવતા પરિણીતાનો છુટકારો થયો હતો, જ્યારે પતિ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. પતિ અને સાસુ સામે મહિલાની ફરિયાદ હુમલામાં લોહીલુહાણ થયેલા રીતાબેનને તાત્કાલિક કુકરવાડા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં માથાના ભાગે આઠ ટાંકા આવ્યા હતા. આજે ફરીથી માથામાં અસહ્ય દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. વસાઈ પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે પતિ પ્રદીપજી બારડ અને સાસુ નવુબા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મસ્કની નેટવર્થ એક અઠવાડિયામાં રેકોર્ડ ₹33.13 લાખ કરોડ ઘટી:આ દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ લેરી પેજની કુલ સંપત્તિના 4 ગણા
    Next Article
    ફ્રોઝન નોન-વેજ અને ખાણી-પીણીના 26 એકમો પર આકસ્મિક ચેકિંગ:58 નમૂના લેવાયા, અલકાપુરીના ઓવન મેજિકને રૂ. 10 હજારનો દંડ; પાલિકાની ખોરાક શાખાની કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment