Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પોલીસ ચેકિંગમાં દારૂ ભરેલ મોપેડ ઝડપાઈ:સીટી પોલીસે વાહનમાંથી વિદેશી દારૂ પકડ્યો

    21 hours ago

    વલસાડ સીટી પોલીસે શહેરમાં હાથ ધરેલા આકસ્મિક વાહન ચેકિંગ દરમિયાન નંબર વગરની એક મોપેડમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે દારૂ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. ગત રોજ વલસાડ સીટી પોલીસે શહેરમાં આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં વલસાડ સીટીના પી.આઈ આર.એચ. વાળા, બે પી.એસ.આઈ, ડી-સ્ટાફ અને અન્ય પોલીસ કર્મચારીઓનો કાફલો હાજર હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એમ.વી. એક્ટ હેઠળના ગુનાઓ, નંબર વગરના વાહનો, જરૂરી દસ્તાવેજો વગરના વાહનો, ગેરકાયદેસર સાઇલેન્સર લગાવેલા વાહનો અને વ્હાઇટ લાઇટનો દુરુપયોગ કરતા કાર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન, નંબર વગરની એક મોપેડ શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી. તપાસ કરતા મોપેડની આગળ રાખેલા થેલા અને ડિક્કીના ભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્મશાનમાં યોજાયેલો ભૂતાવળ ડાયરો અધવચ્ચે જ બંધ:​જૂનાગઢમાં ભારે ટ્રાફિક જામને પગલે અફરાતફરી, પોલીસે લોકોને ભવનાથ જતા પણ અટકાવ્યા
    Next Article
    જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ:દરિયાકાંઠાના ગામોમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિ, સુરક્ષાનું માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment