Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભોજપુરી હોલીવુડ કરતાં ચડિયાતી છે':અક્ષય કુમારે કહ્યું- 'આપણા ગીતો તેમની સમજની બહાર છે'; પરેશ રાવલે 'હેરા ફેરી' વિવાદ સમાપ્ત થવાનો સંકેત આપ્યો

    1 day ago

    બોલિવૂડના 'ખિલાડી કુમાર' અક્ષય આ દિવસોમાં અપકમિંગ ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ને કારણે ચર્ચામાં છે. મંગળવારે ફિલ્મની સોંગ રિલીઝ ઇવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં અક્ષયે ભોજપુરીની તુલના હોલીવુડ સાથે કરી અને તેને હોલીવુડથી વધુ સારી ગણાવી છે. 'આપણી પાસે આટલી સંસ્કૃતિ છે, તેનો ગર્વ છે' અક્ષયે કહ્યું છે, ‘ભોજપુરી હોલીવુડથી વધુ સારી છે. આ લાઇન મેં જ આપી છે. કારણ કે તે લોકો આ ગીત સાંભળી જ નથી શકતા. તેમને કંઈ સમજાશે જ નહીં. તેમણે ક્યારેય ગીતો જોયા જ નથી. આપણે ગર્વથી કહી શકીએ કે આપણી પાસે આટલી સંસ્કૃતિઓ છે. આપણી આટલી સંસ્કૃતિઓમાં ગીતો બને છે.’ 'આ 32 ઇડિયટ્સ છે' આ દરમિયાન અક્ષય કુમારે ફિલ્મની મોટી સ્ટારકાસ્ટ પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘એક ફિલ્મ આવી હતી '3 ઇડિયટ્સ', ખૂબ મોટી હિટ હતી. આ 32 ઇડિયટ્સ છે તો કંઈ પણ થઈ શકે છે.’ સોંગ લોન્ચ ઇવેન્ટમાં અક્ષય કુમારને પૂછવામાં આવ્યું હતું કે, તેના માટે ફેમ જરૂરી છે કે પૈસા? આના પર તેણે મજેદાર જવાબ આપતા કહ્યું, ‘જુઓ, જો કોઈ વ્યક્તિ કહે કે તેને પૈસા પસંદ નથી, તો કાં તો તે કોઈ સંત હશે અથવા કોઈ એવો હશે, જેની પાસે ઘણા પૈસા હશે, જેના કારણે તે કહી રહ્યો છે કે પૈસા સારા નથી લાગતા. મેં મારા મિત્રોમાં પણ ઘણા કિસ્સા જોયા છે કે કેટલા લોકોએ પૈસા કમાયા અને પછી તેમના હાથમાંથી પૈસા જતા રહ્યા. પરંતુ પછી મહેનત કરીને પૈસા પાછા લાવ્યા, ઘણા લોકોએ બિઝનેસ ગુમાવ્યો અને ગમે તેમ કરીને બિઝનેસ પાછો લાવ્યા. પરંતુ મેં એવું નથી જોયું કે કોઈએ સ્વાસ્થ્ય ગુમાવ્યું હોય અને સ્વાસ્થ્ય પાછું લાવ્યું હોય. તો હું કહીશ કે પૈસા કરતાં સ્વાસ્થ્ય મોટું છે.’ પરેશ રાવલે 'હેરા-ફેરી' વિવાદ સમાપ્ત થવાનો સંકેત આપ્યો ઇવેન્ટ દરમિયાન પરેશ રાવલે પણ ફિલ્મ 'હેરા ફેરી' સાથે જોડાયેલો વિવાદ પૂરો થવા પર સંકેત આપ્યો છે. એક રિપોર્ટરના પ્રશ્ન પર પરેશ રાવલે કહ્યું છે કે, ‘જ્યાં સુધી જીવતા છીએ, હેરા-ફેરી ચાલતી રહે છે. જ્યાં સુધી જીવતા છીએ, ત્યાં સુધી હેરા ફેરી છે.’ પરેશ રાવલનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે ગયા વર્ષે તેમણે ફિલ્મ 'હેરા ફેરી 3' છોડવાની જાહેરાત કરી હતી. આ પછી અક્ષયની ટીમ તરફથી તેમને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી હતી. લાંબા વિવાદ પછી પરેશ રાવલ ફરીથી ફિલ્મ સાથે જોડાઈ ગયા છે. ઇવેન્ટ દરમિયાન જ્યારે પરેશ રાવલે હેરા ફેરી પર નિવેદન આપ્યું, ત્યારે અક્ષય કુમાર હસતાં હસતાં તેમનું રિએક્શન જોઈ રહ્યો હતો. સોંગ લોન્ચ ઇવેન્ટમાં સ્ટારકાસ્ટ હાજર રહી મંગળવારે યોજાયેલા સોંગ લોન્ચ ઇવેન્ટમાં ફિલ્મના ડિરેક્ટર અહેમદ ખાન અને અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, રાજપાલ યાદવ સહિતની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી. ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ વિશે-
    Click here to Read More
    Previous Article
    ભારત પર ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાવવાનો ખતરો વધ્યો:એક હારથી આખું સમીકરણ બદલાયું, AUS-BANને કોઈપણ ભોગે હરાવવા પડશે; પાકિસ્તાન પહેલાથી જ બહાર ફેંકાઈ
    Next Article
    જૂનની ગરમીમાં હૂડીએ ઉકેલી કેતન મર્ડર મિસ્ટ્રી:સિયા મંગેતરને લોહગઢ કિલ્લા પર જવાની જીદ કરતી રહેતી; બોયફ્રેન્ડને કહ્યું- ભાગીશું તો બદનામી થશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment