Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહરમ પર્વે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનું સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ:ત્રણેય ડિવિઝન પોલીસનું રૂટ પર નિરીક્ષણ, શાંતિપૂર્ણ માહોલમાં પર્વ ઉજવવા પોલીસની અપીલ

    15 hours ago

    આગામી દિવસોમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર એવા મોહરમ અને તાજીયાના પર્વની દેશભરમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. તહેવારના દિવસોમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રહે તેવા આશય સાથે પોલીસ દ્વારા સંયુક્ત રીતે શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તાજીયાના પરંપરાગત રૂટ પર પોલીસનું નિરીક્ષણ ​ત્રણે પોલીસ ડિવિઝનનું સંયુક્ત કૂચ જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બને તે માટે જૂનાગઢ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ, ‘બી’ ડિવિઝન પોલીસ અને ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય ડિવિઝનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો જોડાયા હતા. કાફલાએ મોહરમ અને તાજીયાના પરંપરાગત રૂટ પર નિરીક્ષણ કર્યું હતું. તહેવારને લઈ સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ ​ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે આજ રોજ જૂનાગઢ શહેર વિસ્તારની અંદર આગામી દિવસોમાં નીકળનાર તાજીયા અને મોહરમના તહેવાર અનુસંધાને આ સંયુક્ત ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું છે.આ પેટ્રોલીંગ ખાસ કરીને તાજીયાના નિયમિત અને પરંપરાગત રૂટ પર જ યોજવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનથી શરૂ કરીને સૈયદની ટાંકી પાસે, જ્યાં સૈયદના મેન તાજીયા રાખવામાં આવે છે, ત્યાં સુધીના સમગ્ર માર્ગ પર પોલીસે રૂટ નિરીક્ષણ કર્યું હતું. અસામાજિક તત્વો પર પોલીસની બાજ નજર રહેશે પોલીસની આ કવાયત માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની છે. તહેવારના અંદર સામાન્ય જનતા કે કોઈ ચોક્કસ સમુદાયને કનડગત કરવાનો અથવા મુશ્કેલીમાં મૂકવાનો પોલીસનો કોઈ આશય નથી. પોલીસ તંત્ર હંમેશાં નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને તહેવારોમાં સહયોગી બનવા માંગે છે.​શાંતિ અને સમયસર પર્વ પૂર્ણ કરવા અપીલ પોલીસ વિભાગ દ્વારા જૂનાગઢના તમામ નાગરિકો અને તહેવારના આયોજકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં મોહરમનો આ તહેવાર પરંપરાગત રીત-રિવાજ મુજબ, અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે સંપન્ન થાય. આ સાથે જ તમામ ધાર્મિક ઝુલૂસ અને તાજીયા નિર્ધારિત સમય મર્યાદામાં અને સમયસર રીતે પૂર્ણ થાય તે માટે આયોજકો પોલીસ તંત્રને પૂરતો સહયોગ આપે. શહેરમાં શાંતિ જાળવી રાખવા માટે અસામાજિક તત્વો પર પોલીસની બાજ નજર રહેશે અને સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    80 લોકો સાથે 70 લાખની ઠગાઈ આચરનાર દંપતી ઝડપાયું:ઉંચા વળતરની લાલચ આપીને મંડળીના નામે લોકોને છેતર્યા, આંકડો હજુ વધવાની શક્યતા
    Next Article
    Deepika Padukone backs ICC’s landmark pregnancy policy amid her own 8-hour workday demands

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment