Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાને સજા મુદ્દે હેમંત ખવાની પ્રતિક્રિયા:કહ્યું-આદિવાસી સમાજના હકો માટે લડતા નેતાને રાજકીય રીતે નિશાન બનાવવાનું ષડયંત્ર

    1 day ago

    આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આ કાર્યવાહીને રાજકીય દ્વેષભાવથી પ્રેરિત અને લોકશાહી વિરોધી ગણાવી, સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે, ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ વિપક્ષના મજબૂત અવાજને અને આદિવાસી સમાજના હકો માટે લડતા લોકનેતાને રાજકીય રીતે નિશાન બનાવવાનું સુનિયોજિત ષડયંત્ર છે. તેમણે ઉમેર્યું કે, સત્તાપક્ષ હંમેશાં જનતાના હક માટે લડતા નેતાઓથી ડરે છે. ખવાએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, શાસક પક્ષ ગમે તેટલા પ્રયત્નો કરે, લોકશાહીમાં જનતાનો અવાજ ક્યારેય દબાવી શકાતો નથી. ચૈતર વસાવાએ જળ, જમીન અને જંગલની રક્ષા તેમજ ગરીબોના કલ્યાણ માટે જે લડત ઉપાડી છે, તેને કોઈ સજા કે જેલનો ભય રોકી શકશે નહીં. કેસની વિગતો આપતા હેમંત ખવાએ સ્પષ્ટ કર્યું કે, ચૈતર વસાવા પર બે વર્ષ પહેલાં સરકારી કર્મચારીઓ દ્વારા એક બોગસ કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ એક ગરીબ ખેડૂતના ખેતરમાં પાક નાશ કરવાની ઘટના સાથે સંબંધિત હતો. ચૈતર વસાવાએ ખેડૂતોના પક્ષે ઊભા રહીને ન્યાય અપાવવા અને સરકારી કર્મચારીઓ દ્વારા કરાયેલી ખોટી કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો હતો. આ લોકહિતની લડતને દબાવવા માટે જ આ બોગસ કેસ ઊભો કરીને સજા કરાવવામાં આવી છે. ધારાસભ્ય ખવાએ સત્તાધીશોને ચીમકી આપતા કહ્યું કે, સત્તાના નશામાં ચૂર ભાજપના શાસકો એ ન ભૂલે કે લોકશાહીમાં જનતા જ ભાગ્યવિધાતા છે. ગુજરાતની જનતા અને આદિવાસી સમાજ આ તાનાશાહ સરકારને યોગ્ય સમયે ચોક્કસ જવાબ આપશે. તેમણે ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી ઉચ્ચ અદાલતમાં કાનૂની લડત લડશે અને અંતે સત્યનો જ વિજય થશે. આ અન્યાય સામે આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા મક્કમતાથી ઊભો છે. ​જામનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સમાં જામજોધપુરના ધારાસભ્ય હેંમત ખવા ઉપરાંત, જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામ રાઠોડ અને જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા સહિતના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Editor's View: મોદી પછી PM કોણ?:વિપક્ષના સફાયા પાછળ ભાજપનો હિડન એજન્ડા, અમિત શાહનો ગેમ પ્લાન NDA 2.0, સંઘ કોને સપોર્ટ કરશે? ઇનડેપ્થ એનાલિસિસ
    Next Article
    Ambalal Patel Rain Forecast LIVE | ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે? | Weather Updates | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment