Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં પ્રભારી સચિવ પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક:ખેતી, શિક્ષણ, પાણી અને માળખાગત સુવિધાઓ સહિત વિકાસ કાર્યોની સમીક્ષા

    10 hours ago

    બનાસકાંઠા જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવ પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને જિલ્લાના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ પ્રવિણા ડી.કે.એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય વિકાસના લાભો સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો અને લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. તેમણે અધિકારીઓને તમામ કામગીરી સમયમર્યાદામાં, ગુણવત્તાયુક્ત અને પરિણામલક્ષી રીતે પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, વિકાસ કાર્યોમાં સંકલન, પારદર્શિતા અને સતત મોનીટરિંગ અત્યંત જરૂરી છે. સરકારે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો સમયસર સિદ્ધ કરી નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે તમામ વિભાગોએ ટીમ ભાવનાથી કાર્ય કરવું જોઈએ. બેઠકમાં જિલ્લાના ખેતી અને પશુપાલન ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોને કૃષિ સહાય યોજનાઓનો લાભ, આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ અને પશુપાલન ક્ષેત્રે ઉત્પાદન વધારવાના પ્રયાસો અંગે માહિતી રજૂ કરાઈ હતી. ખેડૂતોની આવક વધારવા માટેના કાર્યોની પણ ચર્ચા થઈ હતી. શિક્ષણ ક્ષેત્રે ધોરણ-8 પછી બાળકોના ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો લાવવા, શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધારવા અને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચતર શિક્ષણ સાથે જોડાય તે માટેના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં ચાલી રહેલા મોટા વિકાસલક્ષી કાર્યો, માર્ગ અને મકાન વિભાગના પ્રોજેક્ટ્સ, તેમજ નિર્માણાધીન રોડ-રસ્તાઓની કામગીરી અને તેની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા તથા પરિવહન સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટેના કાર્યો અંગે અધિકારીઓએ માહિતી આપી હતી. સિંચાઈ ક્ષેત્રે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓ, પાણીની પાઇપલાઇન સંબંધિત કામગીરી, કસરા-દાંતીવાડા પાણી પુરવઠા યોજના અને પીવાના પાણીની સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયાસોની પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. ખેડૂતોને ખેતીવાડી વીજ જોડાણો ઝડપથી ઉપલબ્ધ થાય તે માટેની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકાયેલી સોલાર રૂફટોપ યોજના અને સોલાર પંપ યોજના અંતર્ગત થયેલી કામગીરી અંગે પણ માહિતી રજૂ કરાઈ હતી. આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ અને માળખાગત સુવિધાઓને લગતા વિકાસ કાર્યોની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રભારી સચિવે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિકાસ કાર્યોને વધુ ઝડપ અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોહરમ તાજીયા તહેવાર પૂર્વે ગઢડા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:પોલીસે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, કાયદો-વ્યવસ્થા જાળવવા રૂટ પર સઘન બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    હાઈટેન્શન વીજલાઈન સામે ખેડૂતોના ઉપવાસનો છઠ્ઠો દિવસ:મોરબીના જેતપરમાં મહિલાઓએ ગરબે રમી ખાનગી વીજ કંપની સામે અનોખો વિરોધ નોંધાવ્યો, 9ના આમરણાંત ઉપવાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment