Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત પછી માફી, મારામારી પછી માફી, રીલ પછી માફી:પહેલાં ગુનો કરે પછી કાન પકડી પોલીસને મૂર્ખ બનાવે, કિશોર લંગડાના પૌત્ર સામે સિસ્ટમ લંગડી, હવે ગાંધીનગરમાં રેસ લગાવી

    8 hours ago

    અમદાવાદના કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે ફરીવાર લખણ ઝળકાવ્યા છે. બેશરમ અને બેફામ બનેલો આદિત્ય સામે પોલીસ પણ વામણી સાબિત થઈ રહી છે. એક વર્ષમાં ત્રણ ત્રણવાર ગુનાઓ આચર્યા છે, પણ સુધરવાનું નામ લેતો નથી. હવે તેણે ગાંધીનગરના હાઈપ્રોફાઈલ ગણાતા પીડીપીયુ કોલેજ રોડ પર મધ્યરાત્રિએ લક્ઝુરિયસ કારો સાથે જોખમી રેસ લગાવી હતી. ત્રણ નબીરાને પોપટ બનાવી દીધા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના આધારે ઇન્ફોસિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લક્ઝુરિયસ મસ્ટંગ અને એન્ડેવર કાર સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ જોખમી સ્ટંટ કરનાર ત્રણ નબીરાને ઝડપી પોપટ બનાવી દીધા હતા. બેફામ સ્પીડે કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 22 જૂનના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ગત તારીખ 14 જૂનના રોજ મોડી રાત્રે આશરે 3.30 વાગ્યાની આસપાસ ભાઈજીપુરા રોડથી પીડીપીયુ કોલેજ તરફ જતા મુખ્ય રોડ પર કેટલીક લક્ઝુરિયસ ગાડીઓના ચાલકો બેફામ ગતિએ ગફલતભરી રીતે અને અન્ય લોકોના જીવ જોખમાય તે રીતે રેસ લગાવી રહ્યા હોવાનું દેખાતું હતું. એક મસ્ટંગ, ત્રણ ફોર્ચ્યુનર અને એન્ડેવરમાં સીન સપાટા કર્યા જે અંગે પોલીસ તપાસમાં વીડિયોમાં એક ફોર્ડ કંપનીની મસ્ટંગ કાર (નંબર GJ-01-KW-0007), એક બ્લેક કલરની ફોર્ચ્યુનર (નંબર GJ-01-ZA-0011) અને નંબર પ્લેટ વગરની એક સફેદ એન્ડેવર તથા બે સફેદ ફોર્ચ્યુનર કાર હોવાનું સામે આવ્યું હતું. કોણ છે મસ્ટંગ અને ફોર્ચ્યુનરના માલિક? આ વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક ઈ-ગુજકોપ સોફ્ટવેરની મદદથી વાહનોના સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા. જેમાં મસ્ટંગ કારના માલિક અસારવા સિવિલ હોસ્પિટલની ચાલીમાં રહેતા યોગીતાબા દિલીપસિંહ રાઠોડ અને બ્લેક ફોર્ચ્યુનરના માલિક શાહીબાગની વરુણ સોસાયટીના નિકીતા મધુસિંહ રાજપુત હોવાનું ખુલ્યું હતું. ત્રણેય ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને હાજર થયા જેના પગલે પોલીસે લાલ આંખ કરતા જ મસ્ટંગ અને સફેદ એન્ડેવર કાર સાથે આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉં.19, રહે.રાંદેસણ),અક્ષેન્દ્રસિંહ અનિરૂદ્ધસિંહ રાઠોડ (ઉં.21, રહે. નાના ચિલોડા, ) અને વિશ્વજીતસિંહ જયદીપસિંહ ચૌહાણ (ઉં.24, હાલ રહે. શાહીબાગ પોલીસ લાઇન) ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને હાજર થયા હતા. રાત્રે સાડા ત્રણ વાગ્યે રોડ બાનમાં લીધો આ વિડિયો અંગે પોલીસ સમક્ષ નબીરા આદિત્યસિંહ રાઠોડે કબૂલાત કરી હતી કે, 14 જૂનની રાત્રે સાડા ત્રણ વાગ્યે તે પોતાની મસ્ટંગ કાર લઈને નીકળ્યો હતો.જ્યારે તેના મિત્રો અક્ષેન્દ્રસિંહ અને વિશ્વજીતસિંહ ભાડેથી એન્ડેવર કાર (નંબર GJ-16-DC-7588) લઈને આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં રહેતા તેમના અન્ય બે મિત્રો વિરાજ હાડીયોલ અને રોની હાડીયોલ પોતાની બ્લેક ફોર્ચ્યુનર ગાડી લઈને તથા દહેગામનો અયાન મનસુરી અને તેના બે અજાણ્યા મિત્રો અન્ય બે સફેદ ફોર્ચ્યુનર ગાડીઓ લઈને પીડીપીયુ કોલેજ આગળ ભેગા થયા હતા. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અપલોડ કરી, પોલીસે સ્ટંટબાઝીનું ભૂત ઉતાર્યું આ તમામ નબીરાઓએ ત્યાં ગાડીઓની રેસ લગાવવાનું અને તેના વીડિયો શૂટ કરવાનું નક્કી કર્યું હતું. રેસ પૂરી થયા બાદ બીજા દિવસે સાંજે આ વીડિયો એડિટ કરીને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ તરીકે અપલોડ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે કહ્યું કે, આદિત્યસિંહ રાઠોડ પાસેથી 15 લાખની ફોર્ડ મસ્ટંગ કાર અને અક્ષેન્દ્રસિંહ તથા વિશ્વજીતસિંહ પાસેથી 5 લાખની કિંમતની ફોર્ડ એન્ડેવર કાર (જેની નંબર પ્લેટ ડેકીમાંથી મળી આવી હતી) જપ્ત કરી છે. આ તમામ છ યુવકોની ધરપકડ કરી સ્ટંટબાઝીનું ભૂત ઉતારી દેવાયું છે. પોલીસ સૂત્રોએ કહ્યુ કે આદિત્ય રાઠોડ જામીન પર છૂટ્યા પછી મિત્રો સાથે ગાંધીનગર આવ્યો હતો અને પીડીપીયું રોડ પર જોખમી સ્ટંટ કરી વિડિયો વાયરલ કર્યો હતો.ઉલ્લેખનીય કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રનું નામ આદિત્ય રાઠોડ છે. તે અમદાવાદના GLS કોલેજ બહાર કારમાં તોડફોડ કરવા અને નવરંગપુરા વિસ્તારમાં વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવાના કારણે વિવાદમાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Padma Award Ceremony: R Madhavan, Rohit Sharma, Alka Yagnik समेत दिग्गजों को मिला पद्म सम्मान
    Next Article
    મોહરમ તાજીયા તહેવાર પૂર્વે ગઢડા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:પોલીસે વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, કાયદો-વ્યવસ્થા જાળવવા રૂટ પર સઘન બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment