Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંગારેશ્વર ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી:નવા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ-નોટબુકનું વિતરણ કરાયું

    2 days ago

    ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભાના અંગારેશ્વર ગામે મંગળવારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકાના ભૂલકાઓ સહિત નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ, શિક્ષકગણ અને પ્રાથમિક શિક્ષણ સમિતિ સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન ગામના દાતા અને સહજ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાયટર મેહુલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ આ પહેલને આવકારી હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સફળ આયોજન ચિંતન નિઝામા અને બકીમ પટેલ દ્વારા કરાયું હતું. કાર્યક્રમના અંતે ભરૂચ તાલુકા યુવા મોરચાના મહામંત્રી હિતેશ પરમારે આભારવિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ:શિક્ષણના નામે ઉઘાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં યોજાશે ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમ
    Next Article
    Opinion: The AI Overhaul: What India Can Learn From China's Massive University Shakeup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment