Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવના બિયોક ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો:પ્રાથમિક, માધ્યમિક શાળા અને આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાયો

    4 days ago

    વાવ તાલુકાના બિયોક ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બિયોક ગામની ચાર પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળા અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વાવ તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અને બેગ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગયા વર્ષે ધોરણવાર પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને ટ્રાફિક નિયમો સહિતના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગીત ગાઈને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શૈક્ષણિક કીટના દાતા તરીકે સરપંચ દશરથભાઈ અને મંડપના દાતા તરીકે શ્રવણ ઠાકોર બન્યા હતા. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાવ તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ, ધરાધરા ડેલિકેટ અમરત ઠાકોર, બિયોકના સરપંચ દશરથ રાજપૂત, બિયોક પ્રાથમિક શાળાના આચાર્ય બળદે રાજગોર, હરિદ્ધપુરાના આચાર્ય માનસિંગ રાજપૂત, ગોકુલપુરાના અશ્વિન ચૌધરી, માધ્યમિક શાળાના આચાર્ય સુરેશ જોષી, ભુવાજી હીરા રબારી, ઈશ્વરજી ઠાકોર, શ્રવણ ઠાકોર, ભગવાન દેસાઈ, વાલપુરી ગૌસ્વામી, વિદ્યાર્થીઓ, તમામ શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા:સેશન્સ કોર્ટે વસાવાની પત્ની સહિત તમામ 9 આરોપીને 25 હજારનો દંડ પણ ફટકાર્યો, ધારાસભ્ય પદ ખતરામાં
    Next Article
    પિતા-પુત્રીના ત્રીજા માળે પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યા:ઘર કંકાસથી કંટાળી પિતાએ અઢી વર્ષની પુત્રીને ડૂબાડી પોતે ટાંકીમાં પડ્યાની શંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment