Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસનો વિદ્યાર્થીઓ-યુવાઓનો અવાજ બુલંદ કરવાનો પ્રયાસ:“યોર એજ્યુકેશન, યોર ફ્યુચર અને યોર ફાઈટ” નામની એપ્લિકેશન લોન્ચ કરી

    6 days ago

    કોંગ્રેસે દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને બુલંદ કરવા માટે “યોર એજ્યુકેશન, યોર ફ્યુચર અને યોર ફાઈટ” નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ વ્યવસ્થામાં સુધારા લાવવા અને વારંવાર થતા પેપર લીકના બનાવોને રોકવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત દેશમાં પરીક્ષાના પેપરો લીક થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે લાખો વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના આર્થિક બલિદાન પર પાણી ફરી વળ્યું છે. કોંગ્રેસ માને છે કે માત્ર એક પરીક્ષા રદ થવી એ વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોનો પુરાવો છે. આ ગંભીર મુદ્દા પર ધ્યાન દોરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી હેમંગભાઈ વસાવડાની આગેવાનીમાં યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નયનભાઈ અઘારા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ કે.ડી. પડસુંબિયા, રાજુભાઈ કાવર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એપ્લિકેશન દ્વારા દેશભરના યુવાનો શિક્ષણ વ્યવસ્થાને લઈને પોતાના વિચારો અને ભવિષ્યમાં જરૂરી ફેરફારો માટેના સૂચનો રજૂ કરી શકશે. હેમંગભાઈ વસાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો થયા હતા, જેમાં દેશભરમાં 22 લાખથી વધુ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે મોદી સરકારના છેલ્લા દસ વર્ષમાં 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે સુનિશ્ચિત કરવા માટે, કોંગ્રેસે યુવાનો અને વાલીઓને આ એપ્લિકેશન દ્વારા પક્ષ સાથે જોડાઈને શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને કૌભાંડોને રોકવા માટે આહ્વાન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેપારીની એકટીવાની ડેકીમાંથી 7 લાખના સોના અને ડાયમંડના દાગીનાની ચોરી:ચક્કર આવતા ચાવી કાઢ્યા વિના એકટીવા ઊભું રાખી સાઇડમાં આરામ કરવા લાગ્યા, અજાણ્યા શખ્સો હાથ સાફ કરી ગયા
    Next Article
    Kheda Crime News | ઝાડ કાપવા મુદ્દે નડિયાદમાં પૂર્વ કાઉન્સિલરના પરિવાર પર હુમલો| Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment