Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝ હવે પહેલા જેવું નહીં રહે:ઈરાને કહ્યું, આની દેખરેખ અમે અમારી રીતે કરીશું; અમેરિકા ઉપર આજે કે ભવિષ્યમાં વિશ્વાસ કરીશું નહીં

    2 days ago

    ઈરાનના સંસદ અધ્યક્ષ અને અમેરિકા-ઈરાન વાટાઘાટોમાં મહત્વપૂર્ણ વાટાઘાટકાર મોહમ્મદ બાગેર ગાલિબાફે જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે યુદ્ધ પહેલાં જેવી સ્થિતિમાં પાછો નહીં ફરે. તેમણે કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગની દેખરેખ આગળ ઈરાન પોતાની રીતે કરશે, જોકે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન ચાલુ રહેશે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી પ્રેસ ટીવી અનુસાર, સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા સાથે ટેકનિકલ વાટાઘાટોના પ્રથમ રાઉન્ડ પછી ગાલિબાફે પુનરોચ્ચાર કર્યો કે ઈરાનને અમેરિકા પર ભરોસો નથી. ગાલિબાફે કહ્યું, અમે ક્યારેય અમેરિકનો પર ભરોસો કર્યો નથી, આજે પણ કરતા નથી અને ભવિષ્યમાં પણ સાવચેત રહેવામાં જ સમજદારી રહેશે. બીજી તરફ, ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પોતાના પરમાણુ ઠેકાણાઓની આંતરરાષ્ટ્રીય તપાસ માટે તૈયાર થઈ ગયું છે. જોકે, ઈરાને આ દાવાને નકારી કાઢતા કહ્યું કે પરમાણુ મુદ્દે કોઈ નવી સહમતિ બની નથી. જ્યારે, સ્વિટ્ઝર્લેન્ડમાં વાટાઘાટો પછી અમેરિકાએ ઈરાની તેલ પર કેટલીક પાબંદીઓમાં 60 દિવસની છૂટ આપી છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. PAK PMએ કહ્યું- અમેરિકા-ઈરાન વાટાઘાટો સફળ: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલી વાતચીત સકારાત્મક રહી. બંને પક્ષો 60 દિવસની અંદર અંતિમ કરારની દિશામાં આગળ વધવા, ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં અને તકનીકી સ્તરની વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા. 2. અમેરિકાએ ઈરાનને 60 દિવસ તેલ વેચવાની છૂટ આપી: ટ્રમ્પ પ્રશાસને ઈરાની તેલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ પર 21 ઓગસ્ટ સુધી પ્રતિબંધોમાં છૂટછાટ આપી. અમેરિકાનું કહેવું છે કે આ નિર્ણય હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ચાલુ રાખવા પર ઈરાની સહમતિ પછી લેવામાં આવ્યો. 3. ઈરાને કહ્યું- વાતચીત વચ્ચે પણ સેના સંપૂર્ણપણે એલર્ટ: ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી સેક્રેટરી ગદીર નેઝામીએ કહ્યું કે અમેરિકા સાથે વાતચીત ચાલુ હોવા છતાં સેનાની તૈયારીઓમાં કોઈ કમી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે કોઈપણ ખતરાનો જવાબ આપવા માટે ઈરાની સેના સંપૂર્ણપણે તૈયાર છે. 4. હોર્મુઝમાંથી તેલ ટેન્કરોની અવરજવર ફરી વધવા લાગી: લગભગ 20 લાખ બેરલ તેલ લઈને બે ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. આ ટેન્કર કયા દેશના છે તેની પુષ્ટિ હજુ થઈ નથી. જોકે, જહાજોની સંખ્યા હજુ પણ યુદ્ધ પહેલાના સ્તર કરતાં ઘણી ઓછી છે. 5. સ્વિટ્ઝર્લેન્ડ વાટાઘાટો પછી ગાલિબાફ અને અરાઘચી ઓમાન રવાના: ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અમેરિકા સાથેની વાતચીત પછી ઓમાન પહોંચ્યા છે. ત્યાં હોર્મુઝ સ્ટ્રેટના સંચાલન પર ચર્ચા થશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Minister George Kurian resigns as BJP overlooks him for Rajya Sabha term
    Next Article
    આ રીલવાળાઓએ તો ઉપાડો લીધો:અમદાવાદમાં ચાર રસ્તે ગાડીઓ આગળ યુવક ખુરશી લઈ બેઠો; નવસારીમાં યંગસ્ટર્સની ફાંકા ફોજદારી ‘આપડાને તો પોલીસ પણ એસ્કોર્ટ આપે’

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment