Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીને છેલ્લા ફોનમાં કહ્યું- 'હું નોકરી પર જઉં છું':કતાર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટમાં સુરતનો યુવક લાપતા, સની પટેલની કંપનીમાં નાઈટ ડ્યુટી; ટીમમાં નવસારી-દમણના યુવાનો પણ સામેલ

    1 day ago

    કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના LNG પ્રોડક્શન અને એક્સપોર્ટ હબમાં રવિવારની સાંજે વિસ્ફોટ થયો હતો. જેમાં 12 ભારતીય સહિત કૂલ 13 લોકોના મોત થયા છે, જ્યારે 66 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના વચ્ચે સુરત અને દક્ષિણ ગુજરાત માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદથી કંપનીમાં નોકરી કરતો સુરતનો એક યુવક છેલ્લા 24 કલાકથી મિસિંગ છે. જેના કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કતારના ઉર્જા મંત્રાલય અને સત્તાવાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક ટેકનિકલ અકસ્માત હતો, જે તે સમયે થયો જ્યારે ઈરાની મિસાઈલ હુમલાથી પ્રભાવિત ગેસ ફેસિલિટીમાં મેન્ટેનન્સ બાદ કામ ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું હતું. આ પણ વાંચો: કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ છેલ્લા 24 કલાકથી સની પટેલ લાપતા સુરતનો વતની અને કતારની સ્ટેક (Steq) કંપનીમાં સપ્લાય હેઠળ મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો યુવાન સની ચંપકભાઈ પટેલ છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી લાપતા છે. બ્લાસ્ટ સમયે સની પ્લાન્ટમાં જ નાઇટ ડ્યુટી પર તૈનાત હતો. દુર્ઘટના બાદથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. સનીની કોઈ ભાળ ન મળતા સુરતમાં રહેતા તેના પરિવારજનોના જીવ અધ્ધર થઈ ગયા છે અને ઘરમાં રડારોળ મચી ગઈ છે. પત્નીને છેલ્લો ફોન કરીને ડ્યુટી પર નીકળ્યો હતો સની પટેલનો એક બંધાયેલો નિયમ હતો કે તે રોજ પોતાની નોકરી પર જતા પહેલા અને નોકરી પરથી પરત આવ્યા બાદ સુરત ખાતે રહેતી તેની પત્નીને અચૂક ફોન કરીને વાત કરતો હતો. દુર્ઘટના બની તે દિવસે પણ સનીએ હંમેશની જેમ તેની પત્નીને ફોન કર્યો હતો અને 'હું નોકરી પર નીકળું છું' તેમ કહીને પ્લાન્ટ પર જવા રવાના થયો હતો. પરંતુ ત્યાર બાદથી તેનો કોઈ ફોન આવ્યો નથી કે તેનો ફોન લાગતો પણ નથી. આ તરફ કતારમાં બ્લાસ્ટના સમાચાર ટીવી અને સોશિયલ મીડિયામાં વહેતા થતાં જ પત્ની અને પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. મોટો ભાઈ રવિ કતારમાં સનીની શોધમાં ભટકવા મજબૂર સની પટેલનો મોટો ભાઈ રવિ પટેલ પણ છેલ્લા ઘણા વર્ષોથી કતારની જ એક અન્ય કંપનીમાં નોકરી કરે છે, જ્યારે સની માત્ર 6 થી 8 મહિના પહેલા જ કતાર કમાવવા માટે ગયો હતો. પ્લાન્ટમાં બ્લાસ્ટની જાણ થતાં જ રવિ પોતાના નાના ભાઈ સનીને શોધવા માટે દોડી ગયો હતો. રવિએ કતાર સ્થિત ભારતીય એમ્બેસી, સ્થાનિક હોસ્પિટલો અને ઘટનાસ્થળ એટલે કે બરઝાન પ્લાન્ટની આસપાસ સતત ચક્કર લગાવ્યા છે. જોકે, સુરક્ષાના કારણોસર પ્લાન્ટ બાજુ તેમને એન્ટ્રી આપવામાં આવી રહી નથી, જેના કારણે સની સારો-નરસો કઈ હાલતમાં છે તેની કોઈ સત્તાવાર વિગત રવિને પણ મળી શકી નથી. સનીના કાકા અનિલભાઈ ખાટાએ સરકાર પાસે મદદ માંગી સની પટેલના કાકા અનિલભાઈ ખાટાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને સવારથી જ ગામમાં વાતચીત દ્વારા ખબર પડી હતી કે કતારના બર્જંગ (બરઝાન) પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે, જ્યાં અમારો ભત્રીજો સની નાઇટ ડ્યુટીમાં હતો. કતારમાં રહેતા સનીના મોટાભાઈ રવિ સાથે અમારી વાત થઈ છે. રવિના જણાવ્યા મુજબ ત્યાં 53 થી 54 લોકો ઘાયલ છે અને 18 લોકો હજુ પણ મિસિંગ છે. રવિ હોસ્પિટલ અને એમ્બેસી બધે જઈ આવ્યો પણ હજુ સનીની કોઈ ભાળ મળી નથી. દક્ષિણ ગુજરાતના અન્ય યુવાનો પણ ટીમમાં સામેલ હતા આ પેટ્રોલિયમ કંપનીઓ અને કતારના ઇન્ડસ્ટ્રિયલ હબમાં મોટા પ્રમાણમાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં રોજગારી માટે જતા હોય છે. પ્રાથમિક વિગતો મુજબ, સની પટેલની જે ટીમ પ્લાન્ટના મેન્ટેનન્સ અને શટડાઉન બાદ તેને ફરી શરૂ કરવાની કામગીરીમાં લાગેલી હતી, તે ટીમમાં દક્ષિણ ગુજરાતના નવસારીના બે યુવાનો અને દમણનો પણ એક યુવક સામેલ હતો. દમણના છોકરાને સની વ્યક્તિગત રીતે ઓળખતો હતો. આ તમામ યુવાનોની સ્થિતિ અંગે પણ હજુ ચિત્ર સ્પષ્ટ ન થતાં નવસારી અને દમણના વિસ્તારોમાં પણ ચિંતા ફેલાઈ છે. ગામ અને સમગ્ર વિસ્તારમાં સની માટે પ્રાર્થનાઓનો દોર બરઝાન ખાતે બનેલી આ કાળજું કંપાવનારી ઘટના બાદ સનીના પરિવાર તેમજ તેના વતનના ગામના તમામ લોકો ભારે આઘાતમાં અને ચિંતામાં ડૂબી ગયા છે. પરિવારજનો સતત કતાર એમ્બેસી અને ભારતની વિદેશ મંત્રાલયની એમ્બેસીનો સંપર્ક સાધી રહ્યા છે જેથી સનીના કોઈ સમાચાર મળી શકે. હાલ સનીના ઘરે સમગ્ર વિસ્તાર અને ગામના લોકો એકઠા થયા છે. સની મિકેનિકલ ફિટર તરીકે સ્ટાફની ટેકનિકલ ટીમનો એક મહત્વનો હિસ્સો હતો, ત્યારે ગામના તમામ લોકો ભગવાન પાસે એક જ આશા રાખીને બેઠા છે કે ગમે તેટલી મોટી દુર્ઘટના થઈ હોય, પણ સની સુરક્ષિત હોય અને તેના વહેલી તકે કોઈ સારા સમાચાર વતન સુધી પહોંચે.
    Click here to Read More
    Previous Article
    ‘માનસીના પપ્પા લગ્નની તારીખ ન આપતા આ પગલું ભરીએ છીએ’:સુરતની હોટેલમાં પ્રેમલગ્ન કરનાર કપલે પરિવારને મેસેજ કરી ઝેર પીધુ; પિતાને કહ્યું-મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ
    Next Article
    સુરત રેલવે ગોડાઉન પર બ્રિજનો એક ગર્ડર તૂટ્યો:બે પિલર વચ્ચેનો આખેઆખો ભાગ એકાએક નીચે નમી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment