Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં મોહરમ નિમિત્તે હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો દાખલો:'શ્રી પ્રેમ પરિવાર' દ્વારા 'હૈદરી સબીલે એકતાની જ્યોત' સેવા કેમ્પ યોજાયો

    एक दिन पहले

    કાલાવડ શહેરમાં મોહરમ નિમિત્તે વાઈઝ શરીફ અને દાસ્તાને કરબલાના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક યોજાઈ રહ્યા છે. કરબલાના શહીદોની યાદમાં યોજાતા આ પવિત્ર દિવસો દરમિયાન હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. 'શ્રી પ્રેમ પરિવાર' (રાજેશભાઈ નંદાણીયા) ટીમ દ્વારા 'હૈદરી સબીલે એકતાની જ્યોત' શીર્ષક હેઠળ એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દ્વારા ટીમના સભ્યોએ અરસપરસના ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. આ કેમ્પમાં મોહરમના કાર્યક્રમોમાં આવતા શ્રદ્ધાળુઓ અને નગરજનો માટે ખાસ નાસ્તા, પાણી અને શરબતની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજેશભાઈ નંદાણીયા અને તેમની સમગ્ર ટીમના સભ્યોએ ખડેપગે રહીને તમામ લોકોની સેવા કરી હતી. કાલાવડની ધરતી હંમેશાં સદ્ભાવનાની સાક્ષી રહી છે. મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમના પર્વ પર હિન્દુ સંગઠન દ્વારા આ પ્રકારે સેવા કેમ્પ યોજીને સમાજને શાંતિ, એકતા અને ભાઈચારાનો મોટો સંદેશ પૂરો પાડવામાં આવ્યો છે. આ સેવા કેમ્પને કારણે કાલાવડના સ્થાનિક મુસ્લિમ સમાજ અને અગ્રણીઓએ પણ 'શ્રી પ્રેમ પરિવાર' ટીમની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. તેમણે રાજેશભાઈ નંદાણીયા સહિતના તમામ સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો, જે સાચા અર્થમાં કોમી એકતાનું જીવંત ઉદાહરણ સાબિત થયું છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉ આગમાં 15નાં મોત, બિલ્ડિંગ ગેરકાયદેસર હતી:2016માં તોડી પાડવાનો આદેશ થયો હતો; 4 અધિકારીઓ સસ્પેન્ડ, 4 આરોપીઓની ધરપકડ
    Next Article
    Oracle sheds 21,000 employees while ramping up AI investments

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment