Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાકભાજીનો હાર પહેરી અનોખો વિરોધ:ગોપવંદના હોકર્સ ઝોનના વેપારીઓને નોટિસ મળતા મનપા કચેરીએ રજૂઆત કરાઈ

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોપવંદના હોકર્સ ઝોનમાં ફાળવેલી જગ્યા કરતાં વધુ વિસ્તારનો ઉપયોગ કરતા થડા ધારકોને નોટિસ આપવામાં આવતા આજે વેપારીઓએ ગળામાં શાકભાજીના હાર પહેરી મનપા કચેરીએ પહોંચી અનોખી રજૂઆત કરી હતી. બીજી તરફ જિલ્લામાં 23થી 25 જૂન દરમિયાન ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાવાનો છે. 800 થી વધુ શાળાઓમાં યોજાનારા પ્રવેશોત્સવમાં 15901 બાળકો બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ મેળવશે. ગોપવંદના હોકર્સઝોનના થડાધારકોને ફાળવેલી જગ્યા કરતાં વધુ વિસ્તારમાં વેપાર કરતા હોવાના કારણે મનપાએ નોટિસ આપી હતી અને નિયમોનું પાલન નહીં થાય તો રેંકડી તથા કેબિન જપ્ત કરવાની ચેતવણી આપી હતી. તેના વિરોધમાં 22-બી ગોપવંદના હોકર્સઝોન એસોસિએશનના પ્રમુખ પરેશ રાઠોડના નેતૃત્વમાં વેપારીઓ ગળામાં શાકભાજીના હાર પહેરી અને શાકભાજી સાથે મનપા કચેરીએ પહોંચ્યા હતા.વેપારીઓએ રજૂઆતમાં સ્વીકાર્યું હતું કે શરતચૂકથી કેટલીક વખત તેમનો સામાન ફાળવેલી જગ્યા બહાર રહ્યો હતો. ભવિષ્યમાં નિયમોનો ભંગ નહીં કરવાની ખાતરી આપતાં તેમણે મનપાને રેંકડી અને કેબિન જપ્ત ન કરવાની વિનંતી કરી હતી. મંગળવારે 800 શાળાઓમાં પ્રવેશોત્સવ, નવા પ્રવેશનારા 15901 બાળકોને મહાનુભાવો આવકારશે. રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં 23થી 25 જૂન દરમિયાન 11 તાલુકાની 800થી વધુ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. જિલ્લામાં 69 રૂટ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ શાળાઓમાં હાજરી આપી વિદ્યાર્થીઓનો શાળાપ્રવેશ કરાવશે તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપશે. તેઓ શાળાઓની માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ કરીને વાલીઓ અને શિક્ષકો સાથે બેઠક પણ યોજશે.જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે દિવ્યાંગ બાળકોના સરળ અને ઉત્સાહભર્યા શાળાપ્રવેશ તેમજ ધોરણ 9થી 12ના ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના પુનઃપ્રવેશ પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી છે. અઠવાડિયામાં ડેંગ્યુ, મેલેરિયા સહિત 1,919 કેસ નોંધાયા શહેરમાં છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી રોગોના કેસોમાં વધારો નોંધાયો છે. તા. 15થી 21 જૂન દરમિયાન ડેંગ્યુ અને મેલેરિયાનો એક-એક કેસ નોંધાયો હતો, જ્યારે શરદી-ઉધરસના 724, સામાન્ય તાવના 830, ઝાડા-ઉલ્ટીના 359 તેમજ ટાઈફોઈડ અને કમળાના બે-બે કેસ નોંધાયા હતા. કુલ મળીને અઠવાડિયામાં 1,919 કેસ ચોપડે ચડ્યા છે.મચ્છર નિયંત્રણ માટે મનપાએ 24,873 ઘરોમાં પોરાનાશક દવા છાંટવાની કામગીરી કરી હતી તેમજ 165 સ્થળોએ ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છર ઉત્પત્તિ સામે કાર્યવાહી અંતર્ગત 798 મિલ્કતોની તપાસ કરી રહેણાંકની 160 અને કોમર્શિયલ 439 સહિત કુલ 599 મિલ્કતધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. રમતગમત અને સ્નાનાગાર સુવિધાઓ માટે નોંધણી શરૂ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, વિવિધ જીમ તેમજ ઇન્ડોર સ્ટેડિયમ સહિતની રમતગમત સુવિધાઓ અને શહેરના વિવિધ સ્નાનાગારો માટે ત્રિમાસિક નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.નોંધણી 22થી 30 જૂન દરમિયાન સવારે 11 વાગ્યાથી www.rmc.gov.in પર ઓનલાઈન તેમજ મનપાના તમામ સિવિક સેન્ટર અને વોર્ડ કચેરીઓ ખાતે કરવામાં આવશે. શિખાઉ અને અનુભવી બંને પ્રકારના સભ્યો માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Argentina vs Austria, FIFA World Cup 2026 Live Score: As ARG face AUT, Messi has eye on history
    Next Article
    DK Shivakumar Accepts HD Kumaraswamy's Challenge On Bidadi Project Debate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment