Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપરમાં ખેડૂતોના ઉપવાસ આંદોલનમાં મહિલાની તબિયત લથડી:વીજપોલ વળતર મુદ્દે પાંચ દિવસથી આંદોલન ચાલુ, મહિલાને હોસ્પિટલમાં ખસેડાયા

    1 day ago

    મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે એક મહિલા ઉપવાસીની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ આંદોલનમાં ત્રણ મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓ ઉપવાસ પર બેઠા છે. ખાનગી કંપની દ્વારા જેતપર ગામના 22 જેટલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના છે. આ ઉપરાંત, વીજ વાયરનો કોરિડોર લગભગ 250 ખેડૂતોને અસર કરે છે. આમ, કુલ 300 જેટલા ખેડૂતોને વીજપોલ અને વીજ વાયરના વળતર બાબતે અન્યાય થઈ રહ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આ પ્રશ્નના નિરાકરણ માટે ખેડૂતોએ અગાઉ રેલી, આવેદનપત્ર અને પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો કર્યા હતા. તેમ છતાં તેમની માંગણીઓ ન સંતોષાતા, ગત તારીખ 18મીથી જેતપર ગામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં પાંચ લોકો ઉપવાસ પર બેઠા હતા, ત્યારબાદ અન્ય એક વ્યક્તિ અને ત્રણ મહિલાઓ સહિત કુલ નવ વ્યક્તિઓ આ આંદોલનમાં જોડાયા છે. આજે આંદોલનના પાંચમા દિવસે સવારે નિલેશભાઈ એરવાડીયા નામના ઉપવાસીની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જોકે બાદમાં તેઓ ઉપવાસી છાવણીમાં પરત ફર્યા હતા. મોડી સાંજે આશરે 8 વાગ્યાના અરસામાં નિર્મળાબેન રામજીભાઈ અઘારા નામના મહિલા ઉપવાસીની તબિયત બગડતા 108ની ટીમને બોલાવી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો ન્યાય અને પૂરતા વળતર માટે લડત ચલાવી રહ્યા છે, પરંતુ તેમની વાતને ધ્યાને લેવામાં આવી રહી નથી. કંપની કે સરકાર દ્વારા ખેડૂતોની દરકાર ન લેવાતા, આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    Farah Khan reveals why she skips Tamannaah Bhatia’s girls’ nights
    Next Article
    વલસાડમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા:તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી, મકાન-દુકાનો અને ગરનાળામાં પાણી ભરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment