Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સુરક્ષા ક્ષેત્રે મોટો નિર્ણય:ગાંધીનગર, દહેગામ અને માણસામાં ટૂંક સમયમાં નવા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર શરૂ કરાશે

    1 day ago

    ગાંધીનગર જિલ્લામાં મહિલાઓની સુરક્ષા, કાયદાકીય સહાય અને સામાજિક સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારની ‘મિશન શક્તિ’ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જિલ્લાના ત્રણ મહત્વના તાલુકા મથકો ગાંધીનગર, દહેગામ અને માણસા ખાતે ટૂંક સમયમાં જ નવા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PSBSC) કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કલેક્ટરે આ ત્રણેય કેન્દ્રોને વહેલી તકે શરૂ કરવા માટેની વહીવટી પ્રક્રિયાઓ તાકીદે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને કડક આદેશ આપ્યા છે. સ્થાનિક સ્તરે જ પીડિત મહિલાઓને મળશે ત્વરિત ન્યાય આ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પીડિત મહિલાઓને કોઈ પણ વિલંબ વિના ત્વરિત સુરક્ષા, કાયદાકીય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પૂરું પાડવાનો છે. ઘણીવાર ગ્રામ્ય કે અર્ધ-શહેરી વિસ્તારની પીડિત મહિલાઓને કાયદાકીય પ્રક્રિયા કે મદદ મેળવવા માટે જિલ્લા મથક સુધી લાંબા થવું પડતું હોય છે, જેના કારણે તેમનો સમય અને નાણાંનો વ્યય થાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ રૂપે, હવે સ્થાનિક પોલીસ સ્ટેશનના સંકુલમાં જ આ પ્રકારના સપોર્ટ સેન્ટર શરૂ થવાથી મહિલાઓને ભયમુક્ત વાતાવરણમાં પોતાની સમસ્યાઓ રજૂ કરવાની ઉત્તમ તક મળશે. અહીં તૈનાત નિષ્ણાત કાઉન્સિલર્સ અને કાયદાકીય સલાહકારો દ્વારા મહિલાઓ પર થતી ઘરેલું હિંસા, અત્યાચાર કે અન્ય શોષણના મામલાઓમાં ત્વરિત કાઉન્સેલિંગ અને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવશે. સરકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા અને કાયદાનો સચોટ અમલ બેઠક દરમિયાન માત્ર નવા સપોર્ટ સેન્ટર્સ જ નહીં પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય મહિલાલક્ષી યોજનાઓ જેવી કે: આ તમામના પ્રગતિ અહેવાલની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી. આ સાથે જ, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (Prevention of Sexual Harassment) અધિનિયમના કાયદાનો જિલ્લાની તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં સચોટ અમલ થાય તે સુનિશ્ચિત કરવા તંત્રને તાકીદ કરવામાં આવી છે. બાલિકા પંચાયતની દીકરીઓ વિધાનસભાની મુલાકાત લેશે: કલેક્ટરનો નવતર અભિગમ જિલ્લા કલેક્ટરે બેઠકમાં એક નવતર અને પ્રશંસનીય અભિગમ રજૂ કરતા જણાવ્યું હતું કે, બાલિકા પંચાયતની દીકરીઓને વહીવટી તંત્રની કામગીરી અને લોકશાહીના માળખાથી વાકેફ કરવા માટે ગુજરાત વિધાનસભા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની રૂબરૂ શૈક્ષણિક મુલાકાત કરાવવામાં આવે. આ ઉપરાંત, મહિલાઓના સામાજિક ઉત્થાનની સાથે તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે આરોગ્ય વિભાગના સહયોગથી જિલ્લાભરમાં 'એનિમિયા મુક્તિ કેમ્પ' યોજવા અને છેવાડાના ગામડાઓ સુધી તમામ સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:પત્નીના વિયોગ અને માનસિક બીમારીથી કંટાળી બે વૃદ્ધ, અગમ્ય કારણોસર પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    Next Article
    Gujarat Weather Update Live | વરસાદે ગુજરાત ઘમરોળ્યું, મેધરાજા મહેરબાન થયા | Rain | Saurashtra

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment