Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષિ યુનિવર્સિટીના પરીતળાવમાં દીપડાનું બચ્ચુ ઘૂસ્યું:​જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બોટાનીકલ ગાર્ડનમાં દીપડાનું બચ્ચું ઘૂસતા દોડધામ: વન વિભાગ અને સક્કરબાગની ટીમે રેસ્ક્યુ કર્યું, લોકોમાં ભયનો માહોલ.

    19 hours ago

    ​નવાબનગરી જુનાગઢમાં હિંસક પ્રાણીઓ અવારનવાર માનવ વસવાટવાળા વિસ્તારોમાં ચડી આવતા હોય છે, ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં ફરી એકવાર વન્યજીવની હાજરીથી ફફડાટ વ્યાપી ગયો છે. યુનિવર્સિટીના પ્રખ્યાત પરીતળાવ પાસે આવેલા બોટાનીકલ ગાર્ડનમાં દીપડાનું એક બચ્ચું ઘૂસી ગયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગેની યુનિવર્સિટીના અધિકારીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.આ ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્થાનિક સ્ટાફ તેમજ સક્કરબાગ ઝૂની વેટરનરી નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાના બચ્ચાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેતાં વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ​કૃષિ યુનિવર્સિટીના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એસ. બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં એક સંશોધન ફાર્મ આવેલું છે, જે અંદાજે 12 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે સવારના સમયે જ્યારે અમે અને અમારા માણસો આ ફાર્મની અંદર ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ લેવા માટે ગયા હતા, ત્યારે ત્યાં રાખવામાં આવેલા રિઝર્વડ કેજની અંદર દીપડાનું એક બચ્ચું પહેલેથી જ અંદર આવી ગયેલું જોવા મળ્યું હતું. જ્યારે અમારા માણસો વધુ નજીકથી ઓબ્ઝર્વેશન લેવા માટે આગળ વધ્યા ત્યારે તે બચ્ચું એકાએક હિંસક બની ગયું હતું અને સ્ટાફ પર સીધો હુમલો એટલે કે એટેક થાય તેવી સામસામે આવી જવાની કટોકટીભરી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ​આ ઘટના બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે અહીં આવીને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું છે. જો કે, આ સમગ્ર વિસ્તાર ઘણો બધો જંગલ જેવો ઘાટો હોવાથી અહીં હજુ પણ વન્યજીવોનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ફાર્મ અને તેની આસપાસના વિભાગોમાં અમારો ઘણો બધો સ્ટાફ સતત ફરજ બજાવતો હોય છે, જેથી આ જગ્યાએ અત્યંત સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે. તેમણે પબ્લિકને ખાસ અપીલ કરતાં જણાવ્યું છે કે, લોકોએ અહીં વૉકિંગ કરવા માટે અથવા તો માત્ર કુદરતી નજારો જોવાના બહાને બિલકુલ આવવું જોઈએ નહીં, કારણ કે આ વિસ્તારમાં મોટાભાગે દીપડો હોવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. ​જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના આ પરીતળાવ અને બોટાનીકલ ગાર્ડનની આસપાસના વિસ્તારોમાં અવારનવાર હિંસક વન્ય પ્રાણીઓ દેખાતા રહે છે. જેને પગલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને સવારના તેમજ સાંજના સમયે પરીતળાવ નજીક વૉકિંગ ન કરવા માટે સખત શબ્દોમાં અપીલ કરવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં આ પૂર્વે પણ અનેક વખત દીપડાઓ સહેલાઈથી આવી ચડ્યા હોવાના બનાવો બની ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે યુનિવર્સિટી કેમ્પસના ક્વાર્ટર્સમાં કાયમી વસવાટ કરતા પરિવારો, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના અલગ-અલગ શૈક્ષણિક અને વહીવટી વિભાગોમાં ફરજ બજાવતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ તો વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચા નું વ્યસ્ત કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    24 થી 48 કલાકમાં આવી જતો રિપોર્ટ 6 દિવસથી પેન્ડિંગ:અમરેલીમાં સિંહના હુમલાથી યુવકના મોત બાદ 4 સિંહ પાંજરે પુરાયા; જાણો શું સજા મળે છે માનવભક્ષી સિંહોને
    Next Article
    Surat Shocking Incident | બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર એક તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment