Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કૉલેજ હારીજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ યોગ કર્યા

    1 day ago

    તા. 21 જૂન, 2026ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ હારીજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને યોગના મહત્વ અંગેના સંક્ષિપ્ત ઉદ્બોધનથી થયો હતો. અનુભવી યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલીના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિયમિત યોગાભ્યાસ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી છે અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવો જોઈએ તેવો સંદેશ અપાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રા. મનોજ પ્રજાપતિએ પ્રાર્થના દ્વારા કરાવી હતી. પ્રા. નરેન્દ્ર રાવલ અને પ્રા. બાદલ ચૌહાણએ યોગ કરાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કૉલેજના NSS એકમ અને યોગ સમિતિના સંયુક્ત પ્રયાસોથી થયું હતું. કાર્યક્રમના અંતે સૌએ નિયમિત યોગ કરીને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો:એક્ટિવ ગ્રૂપ દ્વારા રમત ગમત સંકુલ ખાતે આયોજન
    Next Article
    Opinion: Uddhav Sena, Trinamool Crises: A Grim Reminder And Mockery Of Voter Choices

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment