Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણનું ચંદ્રુમાણા રામ મઢી બન્યું ‘ઉપવન તીર્થ’:દાતાઓ અને સેવકોની મહેનતથી ખીલ્યું પિકનિક ધામ

    10 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં તળાવ કિનારે આવેલી રામ મઢી દાતાઓ અને સેવાભાવી કાર્યકર્તાઓના પ્રયાસોથી સુંદર પિકનિક ધામ અને ઉપવન તીર્થ બની છે. આ સ્થળ હવે પ્રકૃતિ અને આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર બન્યું છે. ગામ તળાવના કિનારે એક ઊંચી ટેકરી પર આવેલી આ રામ મઢીમાં લીમડા, પીપળા અને વટવૃક્ષ જેવા ઘટાદાર વૃક્ષો છે. તાજેતરમાં, ગામના સેવાભાવી કાર્યકર્તા દિલીપભાઈ વ્યાસના પ્રયાસોથી મોગરો, ગુલમહોર, બીલીપત્ર, જામફળ, લીંબોળી, સેતુર, કરેણ, ચંદન અને કોયલી જેવા અનેક છોડનું વૃક્ષારોપણ કરાયું છે. આ સ્થળે વર્ષો પહેલા ગામમાં ભક્તિભાવ જગાવનાર દિવંગત સંત રામદાસ બાપુની દેરી અને પાદુકા દર્શનીય છે. તેની સામે બાપા સીતારામની જગ્યા પણ આવેલી છે. અહીં આવતા-જતા પશુ-પ્રાણીઓ અને પક્ષીઓને નિયમિતપણે અન્ન-પાણી પૂરા પાડવામાં આવે છે. રામ મઢીના વિકાસ માટે ગામના સદગૃહસ્થ ચેતનભાઈ રામશંકર વ્યાસે અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમણે મઢી સુધી વાહન જઈ શકે તેવો રસ્તો, વરસાદનું પાણી તળાવમાં ઉતરી જાય તેવી પાકી નિક અને ચોકમાં બેસી શકાય તેવી સુંદર છત્રી જેવી અનેક સુવિધાઓ ઊભી કરી છે. મઢીની ફરતે તાર ફેન્સીંગ પણ કરવામાં આવી છે. રામ મઢી ખાતે નિવાસ કરીને 24 કલાક સેવા આપતા દિલીપભાઈ વ્યાસે જણાવ્યું કે,"પક્ષીઓ અને પશુઓના ચણ માટે કોઈની પાસેથી રોકડ દાન લેવામાં આવતું નથી. જો કોઈ દાતાની ઈચ્છા હોય તો તેઓ જુવારના દાણા લાવી આપે છે, અન્યથા દિલીપભાઈ સ્વખર્ચે ખરીદી લાવે છે. તેઓ સરકારની નર્સરીની મુલાકાત લઈને સારા રોપા લાવીને વાવે છે, જેથી સ્થળ વધુ સુંદર બને." સ્વર્ગસ્થ પ્રેમશંકર પ્રભાશંકર વ્યાસે પણ રામ મઢીમાં નિવાસ કરીને સેવા આપી હતી. હસમુખભાઈ મોહનલાલ પટેલ પણ આ કાર્યમાં મદદરૂપ બની રહ્યા છે. આ સ્થળ સ્થાનિકો માટે પણ ઉપયોગી બન્યું છે, જ્યાં રવિવારે ત્રણ જેટલી બહેનો લીંબોળી વીણતી જોવા મળી હતી, જેઓ તેનું વેચાણ કરીને પોતાની આજીવિકા મેળવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મનપાની વેબસાઈટ પર પ્રોજેક્ટની માહિતીમાં છબરડો:નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટની વર્ષ 2015ની માહિતી દર્શાવવામાં આવી, વિપક્ષે કહ્યું- વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ
    Next Article
    Surat Crime News | સુરતમાં પાખંડી ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ | Surat Police | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment