Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંકજ ત્રિપાઠીના મોટા ભાઈ પર કુહાડી વડે જીવલેણ હુમલો:ગંભીર હાલતમાં પટના રેફર, જમીન વિવાદમાં લોહિયાળ પરિણામની આશંકા

    1 day ago

    ગોપાલગંજમાં બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીના ભાઈ વિજેન્દ્ર નાથ તિવારી પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને વધુ સારી સારવાર માટે પટના PMCH રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના બરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામની છે. વિજેન્દ્ર નાથ તિવારી રવિવારે મોડી સાંજે પોતાના ઘરના દરવાજે બેઠા હતા. તે દરમિયાન કેટલાક લોકો આવ્યા અને તેમના પર અચાનક હુમલો કર્યો. હુમલામાં તેઓ લોહીલુહાણ થઈને ત્યાં જ પડી ગયા. આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતા હુમલાખોરો ફરાર થઈ ગયા. વિજેન્દ્ર નાથ તિવારીને તાત્કાલિક સદર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ ડોકટરોએ તેમની હાલત જોઈને તેમને પટના PMCH રિફર કર્યા. જમીન વિવાદમાં હુમલાની આશંકા ડોક્ટર એ.કે. મિશ્રાએ જણાવ્યું કે જખમનું નિશાન પીઠ પર અડધો ઇંચ ઊંડું, ગરદન નીચે ખભા પર એક ઇંચ ઊંડું અને ગરદન પાસે જ ખભા પર અડધો ઇંચ ઊંડું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. પોલીસે પીડિત અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે ગુનો નોંધી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો અગાઉના જમીન વિવાદ સાથે સંકળાયેલો હોવાનું જણાય છે. સદર SDPO- 2 રાજેશ કુમારે જણાવ્યું કે થોડા દિવસો પહેલા વિજેન્દ્ર નાથ તિવારીએ પોતાના ઘર પાસે માટી પુરાવી હતી, જેના પછી જમીનને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન રવિવારે આરોપીએ પાછળથી વિજેન્દ્ર નાથ પર કુહાડી વડે હુમલો કર્યો. પોલીસે આરોપીને પકડી લીધો છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Christy Brown: The man with Cerebral Palsy who inspired the world
    Next Article
    રામ મંદિર ચોરી કેસમાં ચંપત રાય,અનિલ મિશ્રા, ટિન્નુ SITના સાણસામાં:અયોધ્યાની બહાર ન જવા ચેતવણી- ટૂંક સમયમાં FIR કરાશે, 150 શંકાસ્પદ; 25 સામે કાર્યવાહી થઈ શકે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment